ઈલૉન મસ્કની ત્રણ પત્નીઓને કુલ ૧૨ સંતાનો છે. પહેલી પત્ની જસ્ટિને ૬ સંતાનોને જન્મ આપ્યો છે.
ઍશલી સેન્ટ ક્લેર
અમેરિકાની લેખિકા અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઍશલી સેન્ટ ક્લેરે શુક્રવારે દાવો કર્યો હતો કે પાંચ મહિના પહેલાં તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો અને તેના પિતા ટેસ્લાના માલિક ઈલૉન મસ્ક છે. અત્યાર સુધી બાળકની સુરક્ષા અને પ્રાઇવસીને કારણે આ વાત મેં છુપાવી હતી, પણ હવે મીડિયા એ જાહેર કરશે.
ઈલૉન મસ્કની ત્રણ પત્નીઓને કુલ ૧૨ સંતાનો છે. પહેલી પત્ની જસ્ટિને ૬ સંતાનોને જન્મ આપ્યો છે. ત્યાર બાદ બીજી પત્ની સિંગર ગ્રાઇમ્સે ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે. હાલની પત્ની અને ન્યુરાલિન્કની ડિરેક્ટર ઑફ ઑપરેશન્સ શિવૉન ઝિલિસે પણ ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે.
ADVERTISEMENT
ઍશલી સેન્ટ ક્લેરે મીડિયાને અપીલ કરી હતી કે બાળકની પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવે અને તેને સતાવવામાં આવે નહીં. ઈલૉન મસ્કે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પણ સોશ્યલ મીડિયા પર ઍશલીની પોસ્ટ પર એક યુઝરની કમેન્ટ એક વધારે બાળકને જન્મ આપવો એક સાઇડ ક્વેસ્ટ (નાનું લક્ષ્ય) છે. આ કમેન્ટ પર ઈલૉન મસ્કે હસવાની ઇમોજી પોસ્ટ કરી હતી.

