સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારો માટેના હાઈ કમિશનરે એક સ્ટેટમેન્ટમાં આ અપરાધને અટકાવવા તાત્કાલિક પ્રયાસો કરવા અને પીડિતાઓને ન્યાય આપવા પાકિસ્તાનને જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)
જિનીવા : સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુ સમાજની બાળકીઓનાં અપહરણ, બળપૂર્વક મૅરેજ અને ધર્મપરિવર્તનનું પ્રમાણ વધ્યું હોવાનું જણાવીને આ બાબતે સોમવારે ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારો માટેના હાઈ કમિશનરે એક સ્ટેટમેન્ટમાં આ અપરાધને અટકાવવા તાત્કાલિક પ્રયાસો કરવા અને પીડિતાઓને ન્યાય આપવા પાકિસ્તાનને જણાવ્યું હતું.
આ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘અમે ઘરેલુ કાયદાઓ અને માનવાધિકારોના પાલન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાને આપેલી બાયંધરીને અનુરૂપ તેમ જ નિષ્પક્ષતાથી આવા અપરાધોની તપાસ કરવા તેમ જ આવા અપરાધોને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે પાકિસ્તાન સરકારને અપીલ કરીએ છીએ.’
ADVERTISEMENT
આ પણ વાંચો : હેવાનિયતની હદ, પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની ચામડી પણ ઉતારી લેવાઈ
આ સ્ટેટમેન્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ‘૧૩ વર્ષ જેટલી નાની ઉંમરની છોકરીઓનું અપહરણ કરી લેવામાં આવે છે, તેમને તેમના પરિવારથી દૂરના સ્થળે મોકલી દેવાય છે અને તેમનાથી બમણી ઉંમરની વ્યક્તિ સાથે મૅરેજ કરી દેવામાં આવે છે અને ઇસ્લામ ધર્મમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. આવી ઘટનાઓ વિશે સાંભળીને અમને અત્યંત દુઃખ થાય છે. આ બધી જ બાબત આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનો ભંગ છે.’