અક્ષતા મૂર્તિ એક કંપનીમાં શૅરધારક છે,
રિશી સુનક ફાઇલ તસવીર
બ્રિટનની સંસદના કમિશનર ફૉર સ્ટાન્ડર્ડ્સે આ મહિનાની શરૂઆતમાં વડા પ્રધાન રિશી સુનકની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. કમિશનર ફૉર સ્ટાન્ડર્ડ્સની વેબસાઇટ પર ગઈ કાલે તપાસનું એક લિસ્ટ મૂકવામાં આવતાં આ જાણકારી બહાર આવી છે. આ લિસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે તપાસ હેઠળનો મામલો ‘હિતોની ઘોષણા’નો છે. અક્ષતા મૂર્તિ એક કંપનીમાં શૅરધારક છે, જેને માર્ચમાં બજેટમાં ચાઇલ્ડકૅર માટેના ભંડોળ વિશેની સરકારી નીતિની જાહેરાતથી લાભ થયો હોઈ શકે છે.