કૅનેડાના ક્યુબૅક શહેરની સેન્ટ લૉરેન્સ નદી પાસે ૨૯ માર્ચે ક્ષિતિજ પરથી બબ્બે સૂર્ય સાથે ઊગી રહ્યા હોય એવો નઝારો જોવા મળ્યો હતો. આ ઘટના વખતે ઊગી રહેલા સૂર્યની આગળ ચંદ્રની છાયા આવી જવાથી જાણે બે અલગ-અલગ જગ્યાએથી સૂરજ ઊગી રહ્યો હોય એવો ભાસ થતો હતો.
કૅનેડામાં બે સૂરજ ઊગતા જોવા મળ્યા
કૅનેડાના ક્યુબૅક શહેરની સેન્ટ લૉરેન્સ નદી પાસે ૨૯ માર્ચે ક્ષિતિજ પરથી બબ્બે સૂર્ય સાથે ઊગી રહ્યા હોય એવો નઝારો જોવા મળ્યો હતો. આ ઘટના વખતે ઊગી રહેલા સૂર્યની આગળ ચંદ્રની છાયા આવી જવાથી જાણે બે અલગ-અલગ જગ્યાએથી સૂરજ ઊગી રહ્યો હોય એવો ભાસ થતો હતો. જેસન કુર્થ નામના ભાઈએ આ ઘટનાનો વિડિયો લીધો હતો જેમાં ક્ષિતિજ પર બે સૂર્ય ઊગી રહ્યા હોય એવું લાગે છે.

