અમેરિકાના ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ (two gujarati students drowned )ના શનિવારે મોનરો ઝીલ(monroe lake)માં નહાતી વખતે ડૂબવાથી મોત થયા છે. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ..
પ્રતિકાત્મક તસવીર
અમેરિકાના ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ(two gujarati students drowned ) શનિવારે મોનરો ઝીલ(monroe lake)માં નહાતી વખતે ડૂબી ગયા છે. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ પાણીમાંથી બહાર આવી શક્યા નહીં. પાણીમાંથી તેમના શરીરને બહાર કાઢવા માટે સિસ્ટમ દ્વારા પણ અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને શોધવા માટે સ્કૂબા ગોતાખોરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તેઓ મળ્યા નથી. બંને વિદ્યાર્થી કાલે સ્કૂલ ઑફ બિઝનેસમાં અભ્યાસ કરી રહ્યાં હતાં.
મળતી માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થીમાંથી એક સિદ્ધાંત શાહ, જે અમદાવાદનો રહેવાસી છે અને એક જાણીતા બિલ્ડરના પુત્ર છે, જ્યાપે અન્ય બીજો આર્યન વૈધ ઓહાયોના રહેવાસી હતો. તે પોતાના મિત્રો સાથે મુનરો ઝીલમાં નૌકા વિહાર કરવામાં માટે ગયા હતા. આ દરમિયાન તેમણે નાવને રોકી લંગર પાણીમાં નાખી પોતે પણ પાણીમમાં ડૂબકી લગાવી હતી. બાદમાં જ્યારે તેઓ ડૂબવા લાગ્યા તો તેમણે તરીને બહાર આવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમનો તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
ADVERTISEMENT
આ ઘટના સંદર્ભે ઈન્ડિયાના યુનિવર્સિટીએ પણ એક નિવેદન જાહેર કર્યુ છે. વિશ્વ વિદ્યાલયે એક નિવેદનમાં કહ્યું,"અમે આ ઘટનાની ખુબ જ દુ:ખી છીએ. બંને વિદ્યાર્થીઓ કાલે સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરી રહ્યા હતાં." આ સાથે જ વિશ્વ વિદ્યાલયે બચાવ અભિયાન ચલાવનારી તમામ એજન્સીઓની સરાહના કરી છે.
વિદ્યાર્થીએ લાઈફ જેકેટ પણ નહોતા પહેર્યા
મુનરો કાઉન્ટી શેરિફ વિભાગ ડિપ્ટી જેફ બ્રાઉને કહ્યું કે ઘટના સમયે વિદ્યાર્થીઓ ડબલ ડેકર પાર્ટી ભાડાની નાવ પર હતાં. નાવમાંથી દારૂ પણ મળી આવ્યો છે. પ્રશાસને દાવો કર્યો છે કે નાવ પર સવાર વિદ્યાર્થીઓએ જીવન રક્ષક જેકેટ પણ નહોતા પહેર્યા. રેસ્કયુ યુનિટે સ્કૂબા ડાઈવર્સની મદદથી સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યું. ઈન્ડિયાના સ્ટુડન્ટ સર્વિસિઝે નાવમાં અન્ય વિદ્યાર્થીઓને બચાવવમાં સહાયતા કરી તેમને ઘર સુધી પહોંચાડ્યા. ત્યાર બાદ તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.
ડૂબેલા વિદ્યાર્થીઓના માતા-પિતા સાથે વાત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે વિદ્યાર્થીઓને તરતા કોઈએ જોયા નથી. હાલમાં તંત્ર વિદ્યાર્થીઓની શોધખોળ માટે દરેક તબક્કે તપાસ કરી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે હવા, ઠંડી અને વરસાદને કારણે ઝીલની આસપાસ પ્રતિકુળ વાતાવરણ છે એટલે પાણીમાં નેવિગેટ કરવું મુશ્કેલ છે.