કંપની એન્જિનિયરિંગ અને સેલ્સમાં કઈ પોસ્ટ્સ પર ભરતી કરવા ઇચ્છે છે એના વિશે પણ મસ્કે જણાવ્યું નથી
ઇલૉન મસ્ક (તસવીર સૌજન્ય મિડ-ડે)
નવી દિલ્હીઃ ટ્વિટરને હસ્તગત કર્યાને માત્ર ત્રણ જ અઠવાડિયાંમાં એના ૭૫૦૦ કર્મચારીની છટણી કર્યા બાદ હવે આ સોશ્યલ મીડિયા કંપનીના સીઈઓ ઇલૉન મસ્કે જણાવ્યું હતું કે આ કંપનીની છટણીની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે એ ફરીથી ભરતી કરી રહી છે.
મસ્કે દાવો કર્યો હતો કે ટ્વિટર એન્જિનિયરિંગ અને સેલ્સમાં જુદી-જુદી પૉઝિશન્સ માટે સક્રિય રીતે ભરતી કરી રહ્યું છે. તેમણે કર્મચારીઓને સંભવિત ઉમેદવારોની ભલામણ કરવા પણ જણાવ્યું છે. ટ્વિટરની વેબસાઇટ પર ખાલી જગ્યાઓ માટે કોઈ જાહેરાત નથી. કંપની એન્જિનિયરિંગ અને સેલ્સમાં કઈ પોસ્ટ્સ પર ભરતી કરવા ઇચ્છે છે એના વિશે પણ મસ્કે જણાવ્યું નથી. મસ્કે જણાવ્યું હતું કે ‘મહત્ત્વનાં પદોની વાત છે તો રાઇટિંગ સૉફ્ટવેરમાં કુશળ લોકોને પ્રાથમિકતા અપાશે.’