દિવસનાં ૨૪૦૦ ટ્વીટ્સની લિમિટ હોય છે
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
વૉશિંગ્ટન : દુનિયાભરમાં નેટિઝન્સને ગઈ કાલે અનેક ઍપ્સ અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સને એક્સેસ કરવામાં ખૂબ મુશ્કેલી થઈ હતી. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ તમામ એકસાથે ડાઉન થયાં હતાં. દુનિયાનાં આ ચાર સૌથી મોટાં ટેક પ્લૅટફૉર્મનો યુઝ કરવામાં યુઝર્સને મુશ્કેલી થઈ હતી. સૌથી વધુ આઉટેજ વિશે અમેરિકાના યુઝર્સે ફરિયાદ કરી હતી.
સામાન્ય રીતે જ્યારે એક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આઉટેજ હોય તો યુઝર્સ એના વિશે બીજા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ફરિયાદ કરતા હોય છે. જોકે તમામ મુખ્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ ડાઉન હોવાથી ફરિયાદ ક્યાં કરવી એની યુઝર્સને સમસ્યા હતી.
ADVERTISEMENT
ટ્વિટર
અનેક ટ્વિટર યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેઓ ટ્વીટ કરી શકતા નથી. દિવસનાં ૨૪૦૦ ટ્વીટ્સની લિમિટ હોય છે. જોકે લોકોએ દાવો કર્યો હતો કે તેમણે આખો દિવસ એક પણ ટ્વીટ નહોતું કર્યું. ટ્વિટરના સપોર્ટ પેજ પર લખવામાં આવ્યું હતું કે ‘તમારામાંથી કેટલાક માટે ટ્વિટર કદાચ અપેક્ષા મુજબ કામ કરી રહ્યું નથી. અસુવિધા બદલ ખેદ છે. અમને આ મુશ્કેલીની જાણ છે અને એને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ.’
આ પણ વાંચો : વોડાફોન-આઇડિયાનું નેટવર્ક ડાઉન, ઈન્ટરનેટ પણ બંધ? આ સર્કલના યૂઝર્સે કરી ફરિયાદ
મેટાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ એ જ મુશ્કેલી સર્જાઈ હતી. યુઝર્સે જણાવ્યું હતું કે તેમને ઇન્સ્ટાગ્રામ પર નવી સ્ટોરીઝ પોસ્ટ કરવામાં અને ફેસબુક મેસેન્જર એક્સેસ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.
યુટ્યુબ
યુટ્યુબ પર યુઝર્સને મેસેજ જોવા મળ્યો હતો કે ‘કોઈ ખામી સર્જાઈ છે. ફરીથી ટ્રાય કરો.’ યુટ્યુબે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે એનું હોમપેજ કેટલાક લોકો માટે ડાઉન છે.