બ્લુમર્ગ ન્યુઝે આપેલી માહિતી અનુસાર ટ્વિટરમાંથી હટાવાયેલા ડઝનો કર્મચારીમાંથી કેટલાક કર્મચારી સુધી કપંની ફરી પહોંચી છે અને તેમને કંપનીમાં જોડાવા કહેવામાં આવી રહ્યું છે.
એલન મસ્ક
છેલ્લા કેટલાય સમયથી ટ્વિટરને કારણે ચર્ચામાં રહેલા સફળ બિઝનેસ મેન એલન મસ્ક(Elon Musk)એ ટ્વિટર પર કાર્યભાર સંભાળતા જ છંટણીની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હવે કંપની નિલંબિત કરેલા ડઝનો કર્મચારીઓમાંથી કેટલાક કર્મચારીનો ફરી સંપર્ક કરી રહી છે. બ્લુમર્ગ ન્યુઝે આપેલી માહિતી અનુસાર ટ્વિટરમાંથી હટાવાયેલા ડઝનો કર્મચારીમાંથી કેટલાક કર્મચારી સુધી કપંની ફરી પહોંચી છે અને તેમને કંપનીમાં જોડાવા કહેવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના સંબંધિત કેટલાક લોકોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે જે કર્મચારીઓને કામ પર પરત ફરવાનું કહેવામાં આવ્યું છે તે લોકોને ભૂલથી કાઢી નાખવામાં આવ્યાં હતાં. કેટલાકને કંપનીમાંથી કાઢ્યા બાદ કપંનીને અહેસાસ કે તેમનું કાર્ય અને અનુભવ એલોન મસ્કના વિઝનને અમલમાં મૂકવા માટે નિમિત્ત બની શકે છે.
ADVERTISEMENT
ટ્વિટરના સેફ્ટી અને ઈન્ટેગ્રિડી હેડ યોએલ રોથે ટ્વિટમાં જણાવ્યું હતું કે, ટ્વિટરે હાલમાં લગભગ પ0 ટકા કર્મચારીઓને કાઢ્યા છે, જેમાં ટ્રસ્ટ અને સેફ્ટી ટીમના કર્મચારીઓ પણ સામેલ હતાં.
સોશિયલ મીડિયા કપંનીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ટ્વિટ્સ અનુસાર કમ્યુનિકેશન્સ, કૉન્ટેટ ક્યુરેશન,માનવધિકાર અને મશીન લર્નિંગ એથિક્સ માટે જવાબદાર ટીમોને હટાવાઈ છે, આ સાથે જ કેટલાક લોકોને પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ ટીમોમાંથી પણ કાઢવામાં આવી છે.
શનિવારે ટ્વિટરે પોતાની એપને એપલના સ્ટોરમાં અપડેટ કરવામાં આવી હતી, જેથી વેરિફિકેશન માટે અપાતું બ્લુ ટિક માટે ફીસ વસુલ કરી શકાય. બ્લુ ટિક માટે ફિ એ એલન મસ્ક દ્વારા કરવામાં આવેલા બદલામાં પહેલુ સૌથી મોટું પગલું છે.