અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સામે ૨૦૨૦ની ચૂંટણીમાં હારી જવા છતાં સત્તામાં રહેવા માટે ગુનાહિત કાવતરું ઘડવાના આરોપમાં વૉશિંગ્ટન ડીસી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ટ્રમ્પ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સામે ૨૦૨૦ની ચૂંટણીમાં હારી જવા છતાં સત્તામાં રહેવા માટે ગુનાહિત કાવતરું ઘડવાના આરોપમાં વૉશિંગ્ટન ડીસી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન ટ્રમ્પે ભારતીય-અમેરિકન જજ સમક્ષ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. ચાર મહિનામાં ટ્રમ્પની કોર્ટમાં આ ત્રીજી હાજરી હતી.
૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીમાંથી નૉમિનેશન મેળવવા માટેની રેસમાં ટ્રમ્પ સૌથી આગળ છે. ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ યુએસ કૅપિટૉલ પરના હુમલામાં તેમની ભૂમિકા માટે કેસ ચલાવવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ મૅજિસ્ટ્રેટ જજ મૉક્સિલા એ. ઉપાધ્યાય સમક્ષ હાજર થયા હતા.
ADVERTISEMENT
ભારતીય અમેરિકન મૅજિસ્ટ્રેટ જજ મૉક્સિલા ઉપાધ્યાયે સ્પેશ્યલ કાઉન્સેલ જેક સ્મિથ દ્વારા લાવવામાં આવેલી ૪૫ પાનાંની ચાર્જશીટ વાંચ્યા પછી ટ્રમ્પે કહ્યું કે ‘હું દોષિત નથી. હું નિર્દોષ છું.’
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર યુનાઇટેડ સ્ટેટ્સ સાથે દ્રોહ કરવાનું કાવતરું, સરકારી કાર્યવાહીમાં અવરોધ લાવવાનું કાવતરું, સરકારી કાર્યવાહી વિરુદ્વ હિંસક પ્રદર્શન અને લોકોના અધિકારો વિરુદ્ધ ષડ્યંત્રનો આરોપ છે. સ્પેશ્યલ કાઉન્સેલ જેક સ્મિથ દ્વારા આરોપમાં દર્શાવવામાં આવેલા ચાર ગુનાઓમાં ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી હતી.
સુનાવણી દરમ્યાન જ્યારે ન્યાયાધીશે ટ્રમ્પને કહ્યું કે તેમને મુક્ત કરવામાં આવશે, પરંતુ શરતો સાથે અને આ શરતોનું તેમણે પાલન કરવું પડશે અને જો જરૂર પડશે તો કોર્ટમાં હાજર રહેવું પડશે.