લાસ વેગસમાં ટ્રમ્પની હોટેલની બહાર કારમાં બ્લાસ્ટ, સંભવિત ટેરર-અટૅક- ઈલૉન મસ્કે કહ્યું કે આતંકવાદીઓએ બ્લાસ્ટ કરીને ઉડાડવા માટે ટેસ્લા સાઇબરટ્રક પસંદ કરીને ભૂલ કરી
બ્લાસ્ટ
અમેરિકાના લાસ વેગસમાં બુધવારની સવારે ટ્રમ્પ ઇન્ટરનૅશનલ હોટેલની બહાર ટેસ્લા સાઇબરટ્રક ધડાકાભેર સળગી ઊઠી એને આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે. આ બ્લાસ્ટમાં સાઇબરટ્રકના ડ્રાઇવરે જીવ ગુમાવ્યો હતો અને આસપાસના સાત જણ ઘાયલ થયા હતા. આ બનાવ પછી ટેસ્લાના માલિક અને દુનિયાના સૌથી અમીર માણસ ઈલૉન મસ્કે આ ઘટના વિશે કહ્યું હતું કે ‘ટેરરિસ્ટ અટૅક માટે એ લોકોએ ખોટા વાહનની પસંદગી કરી. ટેસ્લા સાઇબરટ્રકે હકીકતમાં બ્લાસ્ટને દબાવી દીધો અને એને ઉપરની દિશામાં વાળી દીધો હતો. આ બ્લાસ્ટથી હોટેલની લૉબીમાં કાચના દરવાજા પણ ન તૂટ્યા.’