Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રિશી સુનકનાં ભારત સાથેનાં કનેક્શન્સ વિશે જાણવા જેવી વાતો

રિશી સુનકનાં ભારત સાથેનાં કનેક્શન્સ વિશે જાણવા જેવી વાતો

Published : 25 October, 2022 09:38 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિશી સુનકે ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિનાં દીકરી અક્ષતા મૂર્તિની સાથે મૅરેજ કર્યાં છે : તેમને બે દીકરીઓ- ક્રિષ્ના અને અનુષ્કા છે

રિશી સુનક પરિવાર સાથે

રિશી સુનક પરિવાર સાથે


  • રિશી સુનકે યૉર્કશરના સંસદસભ્ય તરીકે સંસદમાં શ્રીમદ્ ભગવતદ્ગીતાના નામે શપથગ્રહણ કર્યા હતા. તેઓ એમ કરનારા યુકેના પ્રથમ સંસદસભ્ય બન્યા.
  • રિશી સુનકે ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિનાં દીકરી અક્ષતા મૂર્તિની સાથે મૅરેજ કર્યાં છે. તેમને બે દીકરીઓ- ક્રિષ્ના અને અનુષ્કા છે.
  • બૉરિસ જૉન્સનના નેતૃત્વમાં નાણાપ્રધાન તરીકે રિશી સુનકે ડાઉનિંગ સ્ટ્રીટ પર તેમના નિવાસસ્થાને દિવાળી પર દીવડા પ્રગટાવ્યા હતા.
  • રિશી સુનક અવારનવાર તેમના વારસા તેમ જ કેવી રીતે તેમનો પરિવાર તેમને મૂલ્યો અને સંસ્કૃતિની યાદ અપાવતો રહ્યો એના વિશે વાત કરતા રહે છે.
  • મોટા ભાગના ભારતીયોના ઘરની જેમ સુનકના પરિવારમાં પણ શિક્ષણને ખૂબ જ મહત્ત્વ અપાતું હતું. રિશી સુનક સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ છે અને તેઓ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર હતા.
  • રિશી સુનક તેમનાં સાસુ-સસરાને મળવા માટે અવારનવાર તેમનાં વાઇફ અને બે સંતાનો સાથે બૅન્ગલોરની મુલાકાત લે છે.
  • આ વર્ષે પીએમના પદ માટે કૅમ્પેઇન દરમ્યાન રિશી સુનકની તેમના શાનદાર બંગલા સહિતની ભવ્ય લાઇફસ્ટાઇલ બદલ ટીકા થઈ હતી. એ સમયે રિશીએ જણાવ્યું હતું કે ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિમાંથી શ્રીમદ્ ભગવતદ્ગીતા તેમને બચાવે છે.
  • ફિટ રહેવા માટે સુનકને ક્રિકેટ રમવાનું ગમે છે.
  • યુકેના સધમ્પ્ટન એરિયામાં એક ભારતીય પરિવારમાં સુનકનો જન્મ થયો હતો. તેમના ગ્રૅન્ડ પેરન્ટ્સ પંજાબના છે.
  • તેઓ ફાર્માસિસ્ટનાં મધર અને ડૉક્ટર પિતાના દીકરા છે. તેમણે ઇંગ્લૅન્ડની સૌથી જાણીતી સ્કૂલોમાંથી એક વિન્સ્ટર અને એ પછી ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો છે. તેમણે ત્રણ વર્ષ સુધી ગોલ્ડમૅન સાક્સ ગ્રુપમાં કામ કર્યું છે. તેમણે બાદમાં કૅલિફૉર્નિયામાં સ્ટૅનફોર્ડમાંથી એમબીએ કર્યું છે, જ્યાં તેઓ તેમનાં પત્ની અક્ષતા મૂર્તિને મળ્યા હતા.
  • તેમણે ૨૦૦૯માં અક્ષતા સાથે મૅરેજ કર્યાં હતાં.
  • સુનક રિચમન્ડ, યૉર્કશરમાંથી ચૂંટાયા બાદ ૨૦૧૫માં સંસદસભ્ય બન્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૦માં તેઓ નાણાપ્રધાન બન્યા હતા, જે યુકેની કૅબિનેટમાં સૌથી મહત્ત્વનું પદ છે.
  • સુનક ‘સ્ટાર વૉર્સ’ના ફૅન છે.
  • બૉરિસ જોન્સને જ્યારે કોરોનાની મહામારી દરમ્યાન દેશવ્યાપી લૉકડાઉન લાગુ કર્યું હતું ત્યારે સુનકે કરોડો નોકરીઓની સલામતી માટે વ્યાપક ફાઇનૅન્શિયલ રેસ્ક્યુ પૅકેજ તૈયાર કર્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2022 09:38 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK