દેશના નાગરિકો જીવે છે ટેક્સ ફ્રી જીવન
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
વિશ્વના મોટાભાગના દેશોમાં ટેક્સ (Tax) આવકનો મુખ્ય સ્ત્રોત છે. જુદા જુદા દેશોમાં લોકો પર ઘણા જુદા સ્વરૂપમાં ટેક્સ લગાવવામાં આવે છે. પરંતુ આમાં લોકોની કમાણી પરનો આવકવેરો (Income Tax) ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સહિત ઘણા દેશોમાં લોકોને ઇન્કમટેક્સના નામે મોટી રકમ ચૂકવવી પડે છે. પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં કેટલાક એવા દેશ છે જ્યાં લોકો પાસેથી ઈન્કમ ટેક્સ લેવામાં આવતો નથી. આ દેશોમાં યુએઈ (UAE) અને ઓમાન (Oman) પણ સામેલ છે.
- બહામાસ (The Bahamas)
ADVERTISEMENT
બહામાસ દેશને પ્રવાસીનું સ્વર્ગ કહેવામાં આવે છે. તે પશ્ચિમી ગોળાર્ધમાં આવેલ છે. આ દેશની ખાસ વાત એ છે કે, અહીં રહેતા નાગરિકોને ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી.
- યુએઈ (UAE)
યુનાઈટેડ આરબ અમીરાત ગલ્ફ ક્ષેત્રના સૌથી ધનિક દેશોમાંનો એક છે. તેલના વ્યાપાર અને પર્યટનને કારણે યુએઈની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. આ કારણોસર યુએઈમાં લોકોને આવકવેરામાં રાહત આપવામાં આવી છે.
- બેહરીન (Bahrain)
ગલ્ફ કન્ટ્રી બેહરીનમાં પણ નાગરિકોને તેમની કમાણી પર કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવાની જરૂર નથી. બેહરીનમાં સરકાર દ્વારા જનતા પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો નથી.
- બ્રુનેઇ (Brunei)
બ્રુનેઇ ઇસ્લામિક કિંગડમ વિશ્વના દક્ષિણ પૂર્વ એશિયામાં આવે છે. અહીં તેલના ભંડાર છે. અહીંના લોકોને કોઈપણ પ્રકારનો ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી.
આ પણ જુઓ - Union Budget 2023: મધ્યમ વર્ગને ટેક્સમાં મોટી રાહત, નાણાપ્રધાનની મહત્વની જાહેરાત
- કેમેન આઇલેન્ડ્સ (Cayman Islands)
કેમેન આઇલેન્ડ્સ દેશ ઉત્તર અમેરિકા ખંડમાં કેરેબિયન પ્રદેશમાં આવે છે. પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દેશમાં કોઈએ ઈન્કમટેક્સ ભરવો પડતો નથી.
- કુવૈત (Kuwait)
ગલ્ફ ક્ષેત્રમાં આવતા મુખ્ય તેલ નિકાસકાર કુવૈતના નાગરિકો પાસેથી કોઈ આવકવેરો લેવામાં આવતો નથી.
- ઓમાન (Oman)
આ યાદીમાં બહેરીન અને કુવૈત ઉપરાંત ગલ્ફ દેશ ઓમાનનો પણ સમાવેશ થાય છે. જેઓ ઓમાનના નાગરિક છે તેમણે આવકવેરો ચૂકવવો પડતો નથી. તેનું કારણ ઓમાનનું મજબૂત તેલ અને ગેસ ક્ષેત્ર માનવામાં આવે છે.
આ પણ વાંચો - આવકવેરા ધારાની કલમ ૮૦પીએનો લાભ કરદાતાઓ માટે ખૂબ જ લાભદાયક છે
- કતાર (Qatar)
ઓમાન, બહેરીન અને કુવૈત જેવા કતારની પણ આવી જ હાલત છે. કતાર તેના તેલ ક્ષેત્રમાં પણ ખૂબ જ મજબૂત છે. આ દેશ બેશક નાનો છે પરંતુ અહીં રહેતા લોકો ખૂબ જ સમૃદ્ધ છે. અહીં પણ આવકવેરો લેવામાં આવતો નથી.
- માલદિવ્સ (Maldives)
માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો માલદિવ્સ ફરવા જાય છે. દરિયા કિનારે આવેલું માલદિવ્સ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક કહેવાય છે. માલદિવ્સમાં પણ નાગરિકોને આવકવેરો ભરવો પડતો નથી.
- મોનાકો (Monaco)
મોનાકો યુરોપનો ખૂબ નાનો દેશ છે. આમ છતાં અહીંના નાગરિકો પાસેથી ક્યારેય આવકવેરો વસૂલવામાં આવતો નથી.
આ પણ વાંચો - સેલેરી છે 50 હજાર, તો જૂનું ટેક્સ સ્લેબ કે નવું? જાણો કયું છે લાભદાયક
- નૌરુ (Nauru)
નૌરુને વિશ્વનો સૌથી નાનો ટાપુ રાષ્ટ્ર કહેવામાં આવે છે. જેનું ક્ષેત્રફળ માત્ર ૮.૧ ચોરસ માઈલ છે. નૌરુમાં પણ લોકો પાસેથી આવકવેરો લેવામાં આવતો નથી.
- સોમાલિયા (Somalia)
પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયા પણ ટેક્સ ફ્રી છે. જો કે, સોમાલિયામાં અન્ય બાબતોની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો માટે જીવવું પણ મુશ્કેલ છે.

