Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > શૉક અને શોક : ટર્કી અને સિરિયામાં આવ્યો સદીનો સૌથી શ​ક્તિશાળી ભૂકંપ

શૉક અને શોક : ટર્કી અને સિરિયામાં આવ્યો સદીનો સૌથી શ​ક્તિશાળી ભૂકંપ

Published : 07 February, 2023 07:02 AM | Modified : 07 February, 2023 10:51 AM | IST | Istanbul
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વહેલી સવારે લોકો સૂતા હતા ત્યારે આવેલા ૭.૮ મૅ​​ગ્નિટ્યુડના ભૂકંપને કારણે ૨૫૦૦થી ૩૦૦૦ લોકોનાં મોત

તસવીર સૌજન્ય : એ.એફ.પી.

તસવીર સૌજન્ય : એ.એફ.પી.


ટર્કી અને સિરિયામાં સેન્ચુરીના સૌથી ભયાનક ભૂકંપે હજારો લોકોને હંમેશ માટે મોતની ઊંઘમાં પોઢાડી દીધા હતા. ૭.૮નો આ ધરતીકંપ એવો ભયાનક હતો કે જ્યાં જુઓ ત્યાં મોતનો જ ખેલ હતો અને નિષ્ણાતોના મતે હજીય આફ્ટરશૉક તો અનુભવાતા જ રહેશે, જેમાંના કેટલાકની તીવ્રતા વધારે પણ હોઈ શકે. સવાલ એ થાય કે ટર્કી ‌અને સિરિયાનું લોકેશન એવું કેવું કે ત્યાં આવી તારાજી સર્જાય છે? સિરિયાના અલેપ્પોના આફરીન શહેરમાં કાટમાળમાં ફસાયેલી ઇન્જર્ડ છોકરીને લોકોએ બહાર કાઢી હતી. 


ગઈ કાલે વહેલી સવારે આવેલા ૭.૮ મૅ​​ગ્નિટ્યુડના ભૂકંપને કારણે ટર્કી અને સિરિયામાં અનેક મકાનો ધરાશાયી થવાથી અંદાજે ૩૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મકાનોના કાટમાળની નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે જેને કારણે મરણાંક વધે એવી શક્યતા છે. વિ​વિધ શહેરોમાં અનેક લોકોને કાટમાળમાંથી કાઢવાની પ્રવૃ​ત્તિઓ શરૂ કરવામાં આવી છે. આ ભૂકંપ મૅ​​ગ્નિટ્યુડના પ્રમાણે સદીનો સૌથી શ​ક્તિશાળી ભૂકંપ હતો.



ટર્કી અને સિરિયામાં લોકો વહેલી સવારે સૂઈ રહ્યા હતા ત્યારે અનુભવેલા આંચકાને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. મોટી-મોટી ઇમરાતો પત્તાની જેમ ધરાશાયી થઈ હતી. વળી ભૂકંપ બાદ આવેલો આફટરશૉક પણ એટલો જ શ​ક્તિશાળી હતો. ટર્કીમાં એક હૉસ્પિટલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. પરિણામે પેશન્ટ તેમ જ નવજાત બાળકોને લોખંડના સળિયા અને સિમેન્ટને કાપીને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. સિરિયામાં પણ આવી જ પરિસ્થિતિ હતી.


સિરિયાના બોસ્નિયામાં ભૂકંપને કારણે ધરાશાયી થયેલા વિસ્તારનો એ​રિયલ શૉટ


ટર્કીના શહેર અદાનામાં એક રહેવાસીએ કહ્યું હતું કે ‘મારા ઘર નજીક ત્રણ બિલ્ડિંગ ધરાશાયી થયાં હતાં. કાટમાળ નીચે દબાયેલી એક વ્યક્તિ બહાર કાઢવાની બૂમ પાડી રહી હતી. વહેલી સવારે આવેલા આ ભૂંકપનો આંચકો કૈરો શહેર સુધી અનુભવાયો હતો.’

સિરિયામાં પણ આંચકાએ ભારે તબાહી મચાવી હતી. સિરિયા હાલ ગૃહયુદ્ધથી ત્રસ્ત છે, જેમાં એક ભાગ સરકારના આધિપત્ય હેઠળ છે તો બીજો ભાગ વિપક્ષની પાસે છે; જેમાં રશિયાના સમર્થનવાળી સરકાર છે. વળી ટર્કીમાં અનેક શરણાર્થીઓ આવીને વસેલા છે. વિપક્ષની સરકારવાળા પ્રદેશમાં ૪૦ લાખ લોકો વસે છે. વળી યુદ્ધને કારણે ત્યાં અનેક બિલ્ડિંગો કાટમાળ જેવી જ થઈ ગઈ છે. એ પણ ધરાશાયી થતાં અનેક લોકો એમાં ફસાયા હતા. સિરિયાના શહેર અલેપ્પોમાં અનેક બિલ્ડિંગ ધરાશાયી થયાં હતાં તો ટર્કીમાં અંદાજે ૩૦૦૦ બિલ્ડિંગ ધરાશાયી થયાં હતાં. ટર્કીમાં અનેક લોકો ભૂકંપગ્રસ્ત પ્રદેશ છોડવા માગતા હોવાથી રોડ પર ટ્રાફિક-જૅમ જેવી પરિસ્થિતિ હતી. આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૪.૧૭ મિનિટે આવ્યો હતો ત્યારે લોકો ભરનિંદ્રામાં હતા તેમ જ એની ૧૫ મિનિટ બાદ આફટરશૉક પણ અનુભવાયો હતો. ટર્કીમાં અગાઉ ૧૯૯૯માં બહુ મોટો ભૂકંપ અનુભવાયો હતો, જેમાં ૧૭,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.

આફટરશૉકની ભરમાર

ટર્કીમાં ગઈ કાલે ૭.૭ મૅગ્નિટ્યુડના ભયાવહ ભૂકંપ બાદ ધરતીકંપના આચંકાનો ક્રમ તૂટ્યો નહોતો. અમેરિકાના જિયોલૉજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે એપિસેન્ટરની નજીક ૭.૬ મૅગ્નિટ્યુડનો વધુ એક આંચકો અનુભવાયો હતો, જેને કારણે ઇકોમોઝુ શહેરમાં આંચકા અનુભવાયા હતા. સવારે ભૂકંપ આવ્યાની ૧૫ મિનિટ બાદ પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતા. આફટરશૉકની ભરમાર ટર્કીમાં ગઈ કાલે ૭.૭ મૅગ્નિટ્યુડના ભયાવહ ભૂકંપ બાદ ધરતીકંપના આચંકાનો ક્રમ તૂટ્યો નહોતો. અમેરિકાના જિયોલૉજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે એપિસેન્ટરની નજીક ૭.૬ મૅગ્નિટ્યુડનો વધુ એક આંચકો અનુભવાયો હતો, જેને કારણે ઇકોમોઝુ શહેરમાં આંચકા અનુભવાયા હતા. સવારે ભૂકંપ આવ્યાની ૧૫ મિનિટ બાદ પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતા. 

ટર્કીના મલાત્યા શહેરમાં આવેલી સુપ્રસિદ્ધ મસ્જિદ પણ ભૂકંપને કારણે તૂટી પડી હતી

ભારત ટર્કીમાં કરશે બચાવકાર્યમાં સહાય

ટર્કીના વિશાળ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયા બાદ ટર્કીને કપરા સમયે મદદ કરવા ભારત તૈયાર હોવાનું જણાવતાં ભારતના વિદેશી બાબતોના મંત્રાલયે ઉમેર્યું હતું કે વિશેષ તાલીમ પામેલી ડૉગ સ્ક્વૉડ સાથેની ૧૦૦ જવાનો ધરાવતી એનડીઆરએફની બે ટુકડીઓ જરૂરી ઉપકરણો સાથે શોધ અને બચાવકાર્ય માટે ધરતીકંપના અસર હેઠળના ટર્કીના વિસ્તારોમાં જવા માટે તૈયાર છે. 

કેમ ટર્કીમાં આવે છે ભયાવહ ભૂકંપ?

ચાર ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પર વસેલું ટર્કી એનાટોલિયન પ્લેટ (એશિયા માઇનર), ઈસ્ટ એનાટોલિયન પ્લેટ, ડાબી તરફ ટ્રાન્સફૉર્મ ફૉલ્ટ, જે અરેબિયન પ્લેટ સાથે જોડાયેલું છે તથા દ​ક્ષિણ-પશ્ચિમમાં આફ્રિકન પ્લેટ અને ઉત્તર તરફ યુરેશિયન પ્લેટ છે જે એનાટોલિયન ફૉલ્ટ ઝોન સાથે જોડાયેલી છે. ટર્કીની નીચે એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે અને અરેબિયન પ્લેટ પણ એને આગળ ધપાવી રહી છે. હવે જ્યારે અરેબિયન પ્લેટ ફરતી એનાટોલિયન પ્લેટને દબાણ કરે છે ત્યારે એ યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે, પરિણામે ભૂકંપના જોરદાર આંચકા લાગે છે. આમ એક પણ પ્લેટમાં હલચલ થાય તો ટર્કીમાં ભૂકંપના આંચકા આવે છે. કેમ ટર્કીમાં આવે છે ભયાવહ ભૂકંપ?

ચાર ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પર વસેલું ટર્કી એનાટોલિયન પ્લેટ (એશિયા માઇનર), ઈસ્ટ એનાટોલિયન પ્લેટ, ડાબી તરફ ટ્રાન્સફૉર્મ ફૉલ્ટ, જે અરેબિયન પ્લેટ સાથે જોડાયેલું છે તથા દ​ક્ષિણ-પશ્ચિમમાં આફ્રિકન પ્લેટ અને ઉત્તર તરફ યુરેશિયન પ્લેટ છે જે એનાટોલિયન ફૉલ્ટ ઝોન સાથે જોડાયેલી છે. ટર્કીની નીચે એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે અને અરેબિયન પ્લેટ પણ એને આગળ ધપાવી રહી છે. હવે જ્યારે અરેબિયન પ્લેટ ફરતી એનાટોલિયન પ્લેટને દબાણ કરે છે ત્યારે એ યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે, પરિણામે ભૂકંપના જોરદાર આંચકા લાગે છે. આમ એક પણ પ્લેટમાં હલચલ થાય તો ટર્કીમાં ભૂકંપના આંચકા આવે છે.

સિરિયાના શહેર અલેપ્પોમાં કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવાનો પ્રયાસ કરતા બચાવકર્મીઓ.

ટર્કીમાં ભૂકંપના કારણે થયેલી જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સાથે ઘાયલો જલદી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના. : નરેન્દ્ર મોદી, વડા પ્રધાન

અર્થક્વેક ઝોનમાં આવેલાં બિલ્ડિંગોના કાટમાળને ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. મરણાંક તેમ જ ઈજાગ્રસ્તોના આંક વધીને ક્યાં પહોંચશે અમને ખબર નથી. : તઇપ અર્દોગન, ટર્કીના પ્રેસિડન્ટ

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 10:51 AM IST | Istanbul | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK