બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાન (બીએપીએસ) દ્વારા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે.
Largest Cake
સિડનીમાં સૌથી મોટી એગલેસ કેક
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાન (બીએપીએસ) દ્વારા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે. એ માટેની ઉજવણીના માનમાં ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બીએપીએસના સંતો અને સેવકોએ વિશ્વની સૌથી મોટી શાકાહારી એગલેસ કેક બનાવીને રેકૉર્ડ કર્યો છે. ૧૦૨૩ કિલોની શિખરબદ્ધ મંદિર આકારની શાકાહારી કેક બનાવતાં એને ઑસ્ટ્રેલિયન બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. ૬૦થી વધુ સંતો અને સ્વયંસેવકોએ ૨.૪ મીટર ઊંચી અને ૩ મીટર પહોળી તથા ૩ મીટર ઊંડાઈ ધરાવતી અને ૪૧ વિવિધ અલંકૃત ડિઝાઇનવાળી મંદિર આકારની કેક બનાવી હતી. આ કેક બનાવતાં ૪૦૩૯ કલાક લાગ્યા હતા. આ કેક ૨૬ ઑક્ટોબરે અન્નકુટમાં ધરાવાઈ હતી.