ઇજિપ્તના નેતા અનવર સાદતની જેમ હત્યા થઈ હતી એવું તેમની સાથે થઈ શકે છે
મોહમ્મદ બિન સલમાન
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવવાની કોશિશ કરી રહ્યા હોવાથી તેમના જાનને ખતરો હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકામાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે અમેરિકન કૉન્ગ્રેસના સભ્યો સમક્ષ આશંકા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઇઝરાયલ સાથે તેઓ એક મોટી ડીલ કરીને પોતાનો જાન જોખમમાં નાખી રહ્યા છે. ઇજિપ્તના નેતા અનવર સાદતની જેમ હત્યા થઈ હતી એવું તેમની સાથે થઈ શકે છે એવી તેમને આશંકા છે. ઇઝરાયલ સાથે શાંતિકરાર કર્યા બાદ અનવર સાદતની હત્યા કરવામાં આવી હતી. ક્રાઉન પ્રિન્સે સવાલ કર્યો હતો કે સાદતની સુરક્ષા માટે અમેરિકાએ શું કર્યું હતું. ગાઝામાં યુદ્ધ બાદ આરબોમાં ઇઝરાયલ પ્રતિ ગુસ્સો છે. જાનને ખતરો હોવા છતાં પણ સાઉદી અરેબિયાના સારા ભવિષ્ય માટે મોહમ્મદ બિન સલમાન અમેરિકા અને ઇઝરાયલ સાથે મોટી ડીલ કરવા માગે છે.