દરેક સંસ્કૃતિમાં પૂર્વજોને માનપૂર્વક યાદ કરવાની પરંપરા સંકળાયેલી હોય છે. આપણે ત્યાં જેમ ભાદરવામાં પિતૃપક્ષ મનાવાય છે એમ હૅલોવીન ફેસ્ટિવલ પછી અમેરિકા અને મેક્સિકોમાં ‘ડે ઑફ ડેડ’ તરીકે ઓળખાતો ફેસ્ટિવલ પૂર્વજોની યાદમાં યોજાય છે.
લાઇફ મસાલા
મેક્સિકોમાં આ દિવસે રંગબેરંગી પૂતળાંઓ તૈયાર કરીને એનું સરઘસ રસ્તા પર નીકળે છે. એમાં કંઈક અંશે હૅલોવીન જેવાં જ કૉસ્ચ્યુમ્સ નજરે પડે છે.
દરેક સંસ્કૃતિમાં પૂર્વજોને માનપૂર્વક યાદ કરવાની પરંપરા સંકળાયેલી હોય છે. આપણે ત્યાં જેમ ભાદરવામાં પિતૃપક્ષ મનાવાય છે એમ હૅલોવીન ફેસ્ટિવલ પછી અમેરિકા અને મેક્સિકોમાં ‘ડે ઑફ ડેડ’ તરીકે ઓળખાતો ફેસ્ટિવલ પૂર્વજોની યાદમાં યોજાય છે. મેક્સિકોમાં આ દિવસે રંગબેરંગી પૂતળાંઓ તૈયાર કરીને એનું સરઘસ રસ્તા પર નીકળે છે. એમાં કંઈક અંશે હૅલોવીન જેવાં જ કૉસ્ચ્યુમ્સ નજરે પડે છે. અમેરિકાનાં કેટલાંક ચર્ચમાં આ દિવસે ચર્ચની બહાર લોકો પોતાના પૂર્વજોની પસંદીદા ચીજો સજાવીને મૂકે છે. એવું મનાય છે કે જો કોઈ પૂર્વજોનો આત્મા તેમની ગમતી ચીજો માટે ભટકતો હોય તો આ દિવસે અહીં આવીને લઈ જાય છે. બ્રાઝિલ અને યુરોપના કેટલાક દેશોમાં આ દિવસે લોકો પોતાના ઘરની બહાર એવી ચીજોનાં મિનિએચર બનાવીને મૂકે છે જેની તેઓ ખેવના કરતા હોય. મતલબ કે તેમને જે જોઈતું હોય એ ચીજોની નાની કૃતિ બનાવીને ઘરની બહાર મૂકવાથી પૂર્વજો તેમને આ ચીજો મળે એવા બ્લેસિંગ્સ આપે છે.