વ્યભિચારના કેસમાં મહિલાની પથ્થરો મારીને હત્યા કરવામાં આવશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન હેઠળ મહિલાઓની હાલત બદતર બની રહી છે અને હવે વ્યભિચારના કેસમાં પથ્થરો મારીને મહિલાની હત્યા કરવાનો તાલિબાની આદેશ આવ્યો છે.
તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબાતુલ્લાહ અખુંદજાદાએ મહિલાઓના વિરોધમાં એક ફરમાન જારી કર્યું છે. આ ફરમાન મુજબ જે મહિલા પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષ સાથે શારીરિક
સંબંધ બનાવવાના ગુનામાં દોષિત જાહેર થશે તો તેની પથ્થરો મારીને હત્યા કરી દેવામાં આવશે. તાલિબાનના સુપ્રીમ લીડરનો આ વૉઇસ મેસેજ ગયા શનિવારે સ્ટેટ ટીવી પર સંભળાવવામાં આવ્યો હતો.
૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યું એ પછી મહિલાઓ અને બાળકીઓ શિક્ષણ મેળવી શકતી નથી અને નોકરી કરી શકતી નથી. જાહેર સ્થળોએ જવાની પણ મનાઈ છે. ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં મહિલાઓ માટે યુનિવર્સિટીના દરવાજા બંધ કરી દેવાયા હતા.