અમેરિકાના ૪૭મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે...
બાઇબલ પકડીને ઊભેલાં પત્ની મેલૅનિયા ટ્રમ્પની હાજરીમાં શપથ લેતા ડોનલ્ડ ટ્રમ્પ.
ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના બપોરના ૧૨.૦૧ વાગ્યે ૪૭મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. અમેરિકાના મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સે તેમને શપથ લેવડાવ્યા હતા. ડોનલ્ડ ટ્રમ્પે શપથગ્રહણ સમારોહમાં કહ્યું હતું કે અમેરિકાએ પહેલાંથી ક્યાંય વધુ મહાન, મજબૂત અને વધુ અસાધારણ બનવાની જરૂર છે. ગઈ કાલે ભારે ઠંડીને કારણે ૪૦ વર્ષોમાં પહેલી વાર અમેરિકન રાષ્ટ્રપતિનો શપથગ્રહણ સમારોહ કૅપિટલ હિલની અંદર રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિપદના શપથ લીધા બાદ ડોનલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી હતી જેમાં તેમણે અમેરિકાની દિક્ષણી સરહદ પર નૅશનલ ઇમર્જન્સીની ઘોષણા કરી હતી, આ સરહદ મેક્સિકોને અડીને છે. આ ઉપરાંત ટ્રમ્પે અમેરિકામાં થર્ડ જેન્ડરની સમાપ્તિની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે દેશમાં હવે બે જ જાતિ હશે - પુરુષ અને સ્ત્રી.
ADVERTISEMENT
શપથ લીધા પછી પત્નીને કિસ કરતા ટ્રમ્પ.
ગૂગલના સુંદર પિચાઈ અને ટેસ્લાના ઈલૉન મસ્ક.
વિદાય લેતા પ્રમુખ જો બાઇડન સાથે ટ્રમ્પ.
પત્ની પ્રિસિલા ચૅન સાથે માર્ક ઝકરબર્ગ.
ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર.