Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Thailand News: ફ્લાઇટમાં મહિલાને ઊપડી પ્રસૂતિ પીડા, પાયલોટ કોકપિટ છોડી દોડ્યો બાથરૂમમાં અને...

Thailand News: ફ્લાઇટમાં મહિલાને ઊપડી પ્રસૂતિ પીડા, પાયલોટ કોકપિટ છોડી દોડ્યો બાથરૂમમાં અને...

Published : 05 March, 2024 06:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thailand News: તાઈવાનના તાઈપેઈથી બેંગકોક જઈ રહેલા વિયેટજેટ વિમાનમાં એક મહિલાને પ્રસૂતિ પીડા થઈ આવી હતી. આ કારણોસર ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી

એરોપ્લેન અને નવજાત શિશુની પ્રતીકાત્મક તસવીર

એરોપ્લેન અને નવજાત શિશુની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ફ્લાઇટમાં ઈમરજન્સી સર્જાઈ હતી
  2. પ્લેનના પાઈલટે કોકપીટમાંથી બહાર આવી મહિલાની ડિલિવરી કરાવી હતી
  3. બાળકનો જન્મ હવામાં થયો હતો

Thailand News: અવારનવાર ફ્લાઇટમાંથી અજીબ પ્રકારની ઘટનાઓ સામે આવતી જ હોય છે. ઘણીવાર તો જે તે ઘટના ઘણું જ આશ્ચર્ય પણ પેદા કરતી પેદા કરતી હોય છે. હા, અમુક ઘટનાઓ એવી ચોંકાવનારી હોય છે. 


તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એક પાયલોટ તાઈવાનના તાઈપેઈથી બેંગકોક (Thailand News) જઈ રહેલા વિયેટજેટ વિમાનને ફલાય કરી રહ્યો હતો. ઘણી વાર અમુક કારણોસર ફ્લાઇટમાં ઈમરજન્સી સર્જાઈ હોય છે તેમ આ ઘટનામાં પણ એવી જ ઇમરજન્સી સર્જાઇ હતી. 



પાઈલોટને માહિતી આપવામાં આવી હતી કે એક મહિલાને લેબર પેઇન થઈ રહ્યું છે. 18 વર્ષથી પાયલોટ રહેલા જેકરિન સરનરાસ્કુલને અચાનક એવી માહિતી આપવામાં આવી હતી કે ફ્લાઇટના બાથરૂમમાં એક મહિલાને પ્રસૂતિ થઈ રહી છે.


પ્રાપ્ત અહેવાલો અનુસાર પ્લેનના પાઈલટે જ્યારે આ વાત જાણી ત્યારે તે મહિલા કો-પાઈલટને કમાન્ડ સોંપતા કોકપીટમાંથી બહાર નીકળી આવ્યો હતો. એટલું જ નહીં, તેણે ડોક્ટરની જેમ મહિલાની ડિલિવરી પણ કરાવી હતી. 

શું આ પાયલોટને પ્રસૂતિ કરાવવાનો કોઈ અનુભવ હતો?


તમને જાણવી દઈએ કે સરનર્કસ્કુલને આ પહેલા ક્યારેય કોઈને ડિલિવરી કરાવ્યાનો અનુભવ નહોતો. પરંતુ આ પહેલી જ વાર હતું જ્યારે તેણે ઓચિંતા આવી ચડેલી આ પરિસ્થિતિનો સાંની કરીને મહિલાની પ્રસૂતિ કરાવી હતી. 

મહિલા અને બાળક બંને સુરક્ષિત 

જ્યારે પ્લેન થાઈલેન્ડ (Thailand News)ના બેંગકોકમાં લેન્ડ થયું ત્યારે પેરામેડિક્સ મહિલાની રાહ જોઈ રહ્યા હતા. માતા અને બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

ખબર છે આ બાળકનું નામ શું રખાયું?

સરનારરસ્કુલે જણાવ્યું હતું કે તેને ગર્વ છે કે તે એક બાળકને દુનિયામાં લાવવામાં કડી બન્યો. નવજાત બાળક અંગે તેમણે કહ્યું કે, "તે જીવનભર દરેકને કહી શકશે કે તેનો જન્મ હવામાં થયો હતો." આ સાથે જ તેઓએ કહ્યું હતું કે "મને ખૂબ ગર્વ છે કે હું તેને દુનિયામાં લાવવામાં મદદ કરી શક્યો." સાર્નરસ્કુલે કહ્યું કે ક્રૂએ તેનું નામ `સ્કાય` રાખ્યું છે.

આ પહેલા પણ આવો જ એક કિસ્સો (Thailand News) સામે આવી ચૂકયો છે. જેમાં એક મહિલાને 30,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાં જ પ્રસૂતિ પીડા થઈ આવી હતી અને તેણે બાળકને પ્લેનમાં જ જન્મ આપ્યો હતો. જોકે, ડિલિવરી ડેટ પહેલા આવી રીતે પ્લેનમાં મુસાફરી કરતી વખતે મહિલાઓને અચાનક લેબર પેઈન શરૂ થાય ત્યારે આવું બનતું હોય છે. 

જોકે, આ ઘટનામાં પણ કેબિન ક્રૂના તબીબી રીતે પ્રશિક્ષિત સભ્યોની મદદથી આખરે મહિલાને સુરક્ષિત રીતે ડિલિવરી કરાવવામાં આવી હતી. આ મામલો ટ્રાન્સએટલાન્ટિક ફ્લાઈટનો હતો જે આફ્રિકન દેશ ઘાનાથી અમેરિકાના વોશિંગ્ટન ડીસી જઈ રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2024 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK