૩,૫૦,૦૦૦ નવજાત બાળકો માટે બની મદદગાર
એલિસા ઓગ્લેટ્રી
અમેરિકાના ટેક્સસમાં રહેતી એલિસા ઓગ્લેટ્રી નામની મહિલાએ છેલ્લાં ૧૪ વર્ષમાં ૨૬૪૫.૫૮ લીટર બ્રેસ્ટમિલ્ક ડોનેટ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ઇન ફૅક્ટ, તેણે ૨૦૧૪નો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે. એલિસાએ પહેલી વાર ૨૦૧૦માં દીકરાને જન્મ આપ્યા પછી વધારાના દૂધને પમ્પ કરીને કાઢીને ડોનેટ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી ૨૦૧૨માં ફરીથી બીજા દીકરાના જન્મ પછી
તેણે બ્રેસ્ટમિલ્ક ડોનેશન શરૂ કર્યું. ૨૦૧૪ સુધીમાં તેણે ૧૫૬૯ લીટર મિલ્ક ડોનેટ કર્યું હતું. એ પછી ત્રીજા સંતાનના જન્મ પછી પણ એલિસાએ ડોનેશન ડ્રાઇવ ચાલુ જ રાખી. તેણે જીવનકાળ દરમ્યાન ૨૬૪૫.૫૮ લીટર બ્રેસ્ટમિલ્ક ડોનેટ કર્યું છે. આ મિલ્કથી લગભગ સાડાત્રણ લાખ બાળકોને જરૂરિયાત સમયે મિલ્ક મળ્યું હતું. એલિસાનું કહેવું છે કે બ્રેસ્ટમિલ્ક ડોનેટ કરવા માટે દર ત્રણ કલાકે ૧૫થી ૩૦ મિનિટ સુધી પમ્પથી મિલ્ક કાઢે છે. એક વાર ફ્રીઝર ભરાઈ જાય એટલે એ લઈને મિલ્ક બૅન્કમાં આપી આવે છે. તેણે ઘણી વાર તપાસ કરાવી છે પણ જાણવા નથી મળ્યું કે તેની બ્રેસ્ટમાં આટલુંબધું મિલ્ક કેમ પ્રોડ્યુસ થાય છે.