ચીનના વિદેશપ્રધાન ક્વીન ગેંગ તથા પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુત્તો ઝરદારી શનિવારે ઇસ્લામાબાદમાં મળ્યા હતા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
તાલિબાનો અફઘાનિસ્તાન સુધી બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશ્યેટિવને વિસ્તરણ માટે ચીન અને પાકિસ્તાન સાથે કરાર કરવા સહમત થયા હતા તથા પ્રતિબંધોથી પ્રભાવિત દેશ અફઘાનિસ્તાનમાં માળખાકીય પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડવા માટે અબજો ડૉલરનું રોકાણ આકર્ષિત કર્યું હતું. આમ ચીનથી શરૂ થનારો રોડ વાયા પાકિસ્તાન થઈને છેક અફઘાનિસ્તાન સુધી જશે.
ચીનના વિદેશપ્રધાન ક્વીન ગેંગ તથા પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુત્તો ઝરદારી શનિવારે ઇસ્લામાબાદમાં મળ્યા હતા તથા તાલિબાન શાસિત દેશ અફઘાનિસ્તાન સુધી ૬૦ અબજ ડૉલર (લગભગ ૪૯૦૩ અબજ રૂપિયા)ના ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કોરિડોર સહિત અફઘાનિસ્તાનની પુનઃરચના પર સાથે કામ કરવા સહમત થયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભુત્તો પર જયશંકરની શક્તિશાળી સર્જિકલ સ્ટ્રાઇક
બન્ને દેશો અફઘાની પ્રજા માટે માનવીય તથા આર્થિક સહાય ચાલુ રાખવા તથા અફઘાનિસ્તાનને સીપીઈસીના વિસ્તરણ સહિત વિકાસ માટે તમામ સહયોગ પૂરો પાડવા સહમત થયા હતા, એમ મીટિંગ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું.

