Sydney Mall Attack: મૉલમાં થયેલ આ દર્દનાક દુર્ઘટનામાં પોલીસે બોન્ડી જંકશનના વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાંથી લોકોને બહાર કાઢ્યા હતા.
હુમલાની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પહોંચી ગયા હતા
- કેટલાક લોકોએ આશ્રય મેળવવા માટે સુપરમાર્કેટમાં પહોંચી ગયા હતા
- એક વ્યક્તિ શોપિંગ સેન્ટરની આસપાસ એક મોટી છરી સાથે દોડી રહ્યો હતો
ઑસ્ટ્રેલિયામાંથી દર્દનાક હુમલા (Sydney Mall Attack)ની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલો અનુસાર સિડનીના એક શોપિંગ સેન્ટરમાં આ દુર્ઘટના થતાં જ ચકચાર મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં અનેક લોકોને છરીનાં ઘા વડે ઘાયલ કરવામાં આવ્યા છે.
એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે આ દુર્ઘટનામાં પોલીસે હુમલાખોરને પણ ઠાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે મૉલમાં થયેલ આ દર્દનાક દુર્ઘટનામાં પોલીસે બોન્ડી જંકશનના વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાંથી લોકોને બહાર કાઢ્યા હતા.
ADVERTISEMENT
ઘટનાસ્થળ પર ભારે હંગામો થઈ ગયો હતો
તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના (Sydney Mall Attack) બની ત્યારબાદ ઘટનાસ્થળે ભારે હંગામો મચી જવા પામ્યો હતો. એવા પણ અહેવાલ છે કે આ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પહોંચી ગયા હતા, ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો પણ આવી પહોંચ્યા હતા. પેરામેડિક્સ ટીમ દ્વારા ઘટનાસ્થળે ઘાયલ થયેલા લોકોની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી. ઘાયલ લોકોને તાત્કાલિક ત્યાંથી હોસ્પિટલમાં પણ મોકલી દેવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓએ પોતાની આંખ સામે થયેલ હંગામાની આપવીતી વર્ણવી
આ ઘટનામાં પ્રત્યક્ષદર્શીઓએ પોતાની આંખ સામે થયેલ દુર્ઘટના વિશે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ખૂબજ ગભરાટ હતો, દુકાનદારો સલામતી માટે દોડી રહ્યા હતા એટલું જ નહીં પોલીસ દ્વારા પણ વિસ્તારને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
કેટલાક લોકોએ આશ્રય મેળવવા માટે સુપરમાર્કેટમાં પહોંચી ગયા હતા. તેઓ લગભગ એક કલાક સુધી ત્યાં રહ્યા હતા. પોલીસનાં સાયરન અને હેલિકોપ્ટરના અવાજથી આસપાસનાં માહોલમાં ભારે ગભરાટ પણ ફેલાઈ ગયો હતો. એક સિક્યોરિટી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યું હતું કે એક વ્યક્તિ શોપિંગ સેન્ટરની આસપાસ એક મોટી છરી સાથે દોડી રહ્યો (Sydney Mall Attack) છે અને આ જ સમયે કેટલાક લોકો ઘાયલ થઈને ભોંય પર ઢળી પડ્યા હતા.
પીએમ એન્થોની અલ્બેનીઝને પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
I have been briefed by the AFP on the devastating events at Bondi Junction.
— Anthony Albanese (@AlboMP) April 13, 2024
Tragically, multiple casualties have been reported and the first thoughts of all Australians are with those affected and their loved ones.
ઑસ્ટ્રેલિયન ફેડરલ પોલીસએ કેનબેરામાં વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને પણ સિડનીમાં થયેલા આ હુમલા અંગે માહિતી આપી હતી. આ ઘટના (Sydney Mall Attack) પર પ્રતિક્રિયા આપતા અલ્બેનીઝે એક્સ પર જઈને લખ્યું હતું કે, "મને બોન્ડી જંકશન પર વિનાશક ઘટનાઓ વિશે એએફપી દ્વારા માહિતી આપવામાં આવી છે. દુઃખદ કહેવાય કે આમાં ઘણી જ જાનહાનિ થઈ છે. અમારી સાંત્વના એ અસરગ્રસ્ત લોકો અને તેમના પ્રિયજનો સાથે છે”
"અમારું હૃદય ઘાયલ થયેલા લોકો માટે બહાર જાય છે અને અમે તેમની સંભાળ રાખનારાઓ તેમજ અમારી બહાદુર પોલીસ અને પ્રથમ પ્રતિસાદ આપનારાઓનો આભાર માનીએ છીએ" તેમણે કહ્યું.