રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને એ પૂરું થવાનું નામ લઈ રહ્યું નથી એવા સમયે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને અમેરિકા દ્વારા યુક્રેનને આપવામાં આવેલી મિસાઇલોથી રશિયા પર હુમલા કરવાનું કહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે
રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને એ પૂરું થવાનું નામ લઈ રહ્યું નથી એવા સમયે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને અમેરિકા દ્વારા યુક્રેનને આપવામાં આવેલી મિસાઇલોથી રશિયા પર હુમલા કરવાનું કહ્યું છે.
આના પગલે યુક્રેનને ટેકો આપતા યુરોપના બે દેશ સ્વીડન અને ફિનલૅન્ડે એના નાગરિકોને ત્રીજા વિશ્વ યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સ્વીડને એના નાગરિકોને ૫૦ લાખ પૅમ્ફ્લેટ વહેચ્યાં છે જેમાં તેમને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે. યુદ્ધની શક્યતા વચ્ચે એણે નાગરિકોને ખાવા-પીવાની વસ્તુઓ અને પાણીનો સ્ટૉક કરી રાખવા જણાવ્યું છે.
ADVERTISEMENT
સ્વીડનના પાડોશી દેશ ફિનલૅન્ડે પણ યુદ્ધની સંભાવનાના પગલે એક વેબસાઇટ તૈયાર કરી છે. નૉર્વેએ પણ નાગરિકોને પૅમ્ફ્લેટ વહેચ્યાં છે જેમાં યુદ્ધ કે કુદરતી આફતોના ખતરામાં એક અઠવાડિયા સુધી પોતાના દમ પર જીવવાના રસ્તા દર્શાવવામાં આવ્યા છે.
‘અગર યુદ્ધ થાય તો’ એવા શીર્ષક હેઠળના પૅમ્ફ્લેટમાં સ્વીડને કહ્યું છે કે ન્યુક્લિયર હથિયારોના ઉપયોગનું જોખમ વધી ગયું છે. ન્યુક્લિયર, બાયોલૉજિકલ કે રાસાયણિક હથિયારોથી હુમલાની પરિસ્થિતિમાં હવાઈ હુમલા વખતે જે રીતે જાતને બચાવવામાં આવે છે એમ છુપાઈ જવું જોઈએ. સ્વીડન પર અન્ય કોઈ દેશ દ્વારા હુમલો કરવામાં આવે તો અમે હાર નહીં માનીએ.