પ્રેસિડન્ટે મિલિટરી ચીફ અને વિપક્ષોની સલાહ લીધા બાદ વડાં પ્રધાન રાજીનામું આપે એ પહેલાં જ સંસદને ભંગ કરી દીધી છે
શેખ હસીના અને પુત્ર સાજિબ વાઝેદ જૉય
બંગલાદેશમાંથી નાસીને ભારત આવેલાં પદભ્રષ્ટ વડાં પ્રધાન શેખ હસીનાના પુત્ર સાજિબ વાઝેદ જૉયે વૉશિંગ્ટનમાં જણાવ્યું હતું કે ‘મારી મમ્મીએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું જ નથી, તેને આમ કરવાનો સમય જ મળ્યો નહોતો અને તેથી હાલમાં રચવામાં આવેલી વચગાળાની સરકારના વિરોધમાં કોર્ટમાં કેસ લડી શકાય એમ છે. તેમણે રાજીનામું આપવા અને નિવેદન જાહેર કરવા માટે પ્લાન કર્યો હતો, પણ પ્રદર્શનકારીઓ ઘર તરફ આવ્યા તેથી તેઓ પૅકિંગ કર્યા વિના ઘર છોડીને રવાના થયાં હતાં. જ્યાં સુધી બંધારણનો સવાલ છે ત્યાં સુધી તેઓ હજી પણ બંગલાદેશનાં વડાં પ્રધાન છે. પ્રેસિડન્ટે મિલિટરી ચીફ અને વિપક્ષોની સલાહ લીધા બાદ વડાં પ્રધાન રાજીનામું આપે એ પહેલાં જ સંસદને ભંગ કરી દીધી છે, પણ આ સરકારને કોર્ટમાં પડકારી શકાય એમ છે.’