Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં છ વર્ષની હિન્દુ બાળકીનું શારીરિક શોષણ

પાકિસ્તાનમાં છ વર્ષની હિન્દુ બાળકીનું શારીરિક શોષણ

Published : 26 April, 2023 01:03 PM | Modified : 26 April, 2023 01:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેંડો અલ્લાહયાર જિલ્લામાં અને ખાસ કરીને શેખ ભિરકિયો ગામમાં નોંધપાત્ર સંખ્યામાં કટ્ટરવાદી મુ​સ્લિમો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પાકિસ્તાનમાં હિન્દુ બાળકીઓ અને મહિલાઓને બંધક બનાવીને તેમની સાથે બળપૂર્વક મૅરેજ કરીને તેમનું ધર્મપરિવર્તન કરાવવાની ઘટનાઓ સતત વધી છે. ખાસ કરીને સિંધ પ્રાંતમાં હિન્દુ લઘુમતીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે.


હવે પાકિસ્તાનમાં માનવાધિકારો માટે લડત લડતાં સંગઠનો અને ઍક્ટિવિસ્ટ્સે સોશ્યલ મીડિયા પર રિતુ (પ્રાઇવસીના કારણોસર રિયલ નામ નથી લખાયું) નામનું હુલામણું નામ ધરાવતી છ વર્ષની એક હિન્દુ બાળકીના કેસ પ્રત્યે ધ્યાન આપવાની અપીલ કરી છે. સિંધ પ્રાંતના તેંડો અલ્લાહયાર જિલ્લાના શેખ ભિરકિયો ગામમાં આ બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી ત્યારે ૨૩ વર્ષના બે મુસ્લિમ યુવકોએ તેનું અપહરણ કરીને તેનું શારીરિક શોષણ કર્યું હતું.  



રિતુ તેના ઘરેથી લગભગ છ કિલોમીટરના અંતરે બેભાનવસ્થામાં મળી આવી હતી. તેની હાલત ખૂબ ખરાબ હતી. તેને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, પરંતુ બાળકીના પેરન્ટ્સે ફરિયાદ કરી છે કે પોલીસ કોઈ સહકાર આપતી નથી.


તેંડો અલ્લાહયાર જિલ્લામાં અને ખાસ કરીને શેખ ભિરકિયો ગામમાં નોંધપાત્ર સંખ્યામાં કટ્ટરવાદી મુ​સ્લિમો છે. આ વિસ્તારમાં હિન્દુ લઘુમતીઓ પર તેઓ સતત અત્યાચારો કરતા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2023 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK