બ્રિટનમાં ચૂંટણી જીત્યા બાદ સંસદસભ્ય તરીકે ભગવદ્ગીતાને હાથમાં રાખીને તેમણે શપથ લીધા છે.
શિવાની રાજા
આમ તો બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટીની પ્રચંડ જીત થતાં કીર સ્ટાર્મર નવા વડા પ્રધાન બન્યા છે, પણ અત્યારે ચારે બાજુ ભારતીય મૂળનાં ૨૯ વર્ષનાં શિવાની રાજાની ચર્ચા છે. એનું કારણ છે બ્રિટનમાં ચૂંટણી જીત્યા બાદ સંસદસભ્ય તરીકે ભગવદ્ગીતાને હાથમાં રાખીને તેમણે શપથ લીધા છે.
મૂળ ગુજરાતી શિવાની રાજાની લેસ્ટર ઈસ્ટની બેઠક પરથી આ ઐતિહાસિક જીત છે, કારણ કે આ બેઠક પર લેબર પાર્ટીનું એટલું જબરદસ્ત વર્ચસ છે કે છેલ્લાં ૩૭ વર્ષથી અહીં કન્ઝર્વેટિવ પાર્ટી જીત નથી મેળવી શકી. તેમણે ભારતીય મૂળના લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને માત આપી છે.
ADVERTISEMENT
શિવાની રાજા સહિત હાઉસ ઑફ કૉમન્સમાં ભારતીય મૂળનાં કુલ ૨૭ મેમ્બર ઑફ પાર્લમેન્ટ ચૂંટાયાં છે. લેબર પાર્ટીને ચૂંટણીમાં ૬૫૦માંથી ૪૧૨ બેઠક મળી છે, જ્યારે રિશી સૂનકની કન્ઝર્વેટિવ પાર્ટી ૧૨૧ બેઠક પર સમેટાઈ ગઈ છે.