રશિયાએ જાહેર કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પુતિને રશિયન ઍરસ્પેસમાં બનેલી આ દુખદ ઘટના માટે માફી માગી હતી અને મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિ
બુધવારે અઝરબૈજાન ઍરલાઇન્સનું પ્લેન રશિયાના ઍરસ્પેસમાં તૂટી પડ્યું હતું એ સંદર્ભે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગઈ કાલે અઝરબૈજાનના પ્રેસિડન્ટ અલિયેવની માફી માગી હતી. યુક્રેનના ડ્રોનહુમલા સામે હવાઈ સંરક્ષણનો ઉપયોગ કરતી વખતે રશિયન ઍરસ્પેસમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ૩૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં. રશિયાએ જાહેર કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પુતિને રશિયન ઍરસ્પેસમાં બનેલી આ દુખદ ઘટના માટે માફી માગી હતી અને મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સાજા થઈ જાય એવી કામના કરી હતી.