આજ સુધી બન્ને દેશો વચ્ચે ત્યારે શું નક્કી થયું હતું એ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું
ફાઇલ તસવીર
અનેક વાર યુક્રેન સાથે શાંતિવાર્તાની ઑફર ઠુકરાવનાર રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગઈ કાલે કહ્યું હતું કે ભારત, ચીન અને બ્રાઝિલની મધ્યસ્થીથી યુક્રેન સાથે શાંતિવાર્તા શક્ય છે. જોકે તેમણે મૉસ્કોમાં ઈસ્ટર્ન ઇકૉનૉમિક ફોરમના એક પ્રોગ્રામમાં કહ્યું હતું કે ‘અમે વાત કરવા તૈયાર છીએ, પણ ૨૦૨૨માં ઇસ્તંબુલમાં બન્ને દેશો વચ્ચે થયેલી ડીલની શરતોના આધારે. એ સમયે જે નક્કી થયું હતું એના ડૉક્યુમેન્ટ્સ પર સહી કરવામાં આવી હતી, પરંતુ પછીથી એ ડીલ રદ કરવામાં આવી હતી.’
આજ સુધી બન્ને દેશો વચ્ચે ત્યારે શું નક્કી થયું હતું એ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. રશિયાએ દાવો કર્યો છે કે આમ તો આ ડીલ પૂરી થવામાં જ હતી. યુક્રેન આ ઍગ્રીમેન્ટથી સંતુષ્ટ પણ હતું પરંતુ અમેરિકા, યુરોય અને યુરોપિયન યુનિયન (EU) સ્ટ્રૅટેજિકલી અમને હરાવવા માગતું હોવાથી તેમણે આ ડીલ નહોતી થવા દીધી.