ન્યુક્લિયર ફુટબૉલ વાસ્તવમાં એક બ્રીફકેસ હોય છે જેમાં ન્યુક્લિયર હુમલાે કરવા માટે જરૂરી કોડ્ઝ હોય છે અને એ રશિયન પ્રમુખ એક અંતિમવિધિમાં સાથે લઈ ગયા હતા
અંતિમવિધિમાં પુતિનની સાથે ‘ન્યુક્લિયર બ્રીફકેસ’ લઈને ચાલી રહેલો જવાન
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને મોસ્કોમાં એક રાજકારણીની અંતિમવિધિમાં તેમની સાથે ‘ન્યુક્લિયર ફુટબૉલ’ લઈ જતા સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી ગઈ છે. ન્યુક્લિયર ફુટબૉલ વાસ્તવમાં એક બ્રીફકેસ હોય છે, જેમાં ન્યુક્લિયર હુમલા કરવા માટે જરૂરી કોડ્ઝ હોય છે.
વ્લાદિમિર ઝિરિનોવસ્કીની અંતિમવિધિમાં પુતિનની સાથે ચાલી રહેલી એક વ્યક્તિના હાથમાં આ બ્રીફકેસ જોવા મળી હતી.
ADVERTISEMENT
અહીં પ્રેસિડન્ટ આવ્યા ત્યારે તેમના પર હુમલાની આશંકાએ ત્યાંથી બીજા બધા લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા, જે સૂચવે છે કે પુતિન અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સન કીવમાં યુક્રેનના પ્રેસિડન્ટ વ્લાદિમિર ઝેલેન્સ્કીને મળ્યા હતા
કીવની નિષ્ફળતા પછી ડોન્બાસ અને લુહાંસ્ક લડાઈનું મુખ્ય કેન્દ્ર
અમેરિકાના સંરક્ષણ વિભાગ અનુસાર યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી યુક્રેનમાં બળવાખોરોના નિયંત્રણ હેઠળના ડોન્બાસ પ્રદેશ તેમજ લુહાંસ્ક યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. યુક્રેને આરોપ મૂક્યો હતો કે કીવમાંથી પીછેહઠ કર્યા બાદ એની નજીકના બુચા શહેરમાં રશિયન દળોએ મોટી સંખ્યામાં નાગરિકોની હત્યા કરી હતી. આ શહેરની સ્ટ્રીટ્સમાં નાગરિકોના મૃતદેહોની તસવીરો બહાર આવતા આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી.
યુક્રેનના કીવમાં રશિયાનાં દળોના હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોના મૃતદેહોને લઈ જતા ફૉરેન્સિક વર્કર્સ
રશિયાએ આંતરરાષ્ટ્રીય સંગઠનોની ઑફિસો બંધ કરાવી
રશિયાના ન્યાય મંત્રાલયે ગઈ કાલે જાહેર કર્યું હતું કે રશિયામાં એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ, હ્યુમન રાઇટ્સ વૉચ અને કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનૅશનલ પીસ સહિતની આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વિદેશી એનજીઓની ૧૫ ઑફિસોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. આ મંત્રાલયના સ્ટેટમેન્ટ અનુસાર આ સંગઠનો દ્વારા રશિયન ફેડરેશનના અત્યારના કાયદાનો ભંગ કરાતો હોવાનું જણાયા બાદ તેમની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.