નોંધનીય છે કે પોર્ટુગલમાં ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રિપલ પેમેન્ટ્સ એક્સઆરપી લેજરનો ઉપયોગ કરે છે.
પ્રતીકાત્મક તસવીર
રિપલે પોર્ટુગલના કરન્સી એક્સચેન્જના સર્વિસ પ્રોવાઇડર યુનિકૅમ્બિયો સાથે સહકાર સાધ્યો છે. પોર્ટુગલ અને બ્રાઝિલ વચ્ચે તત્કાળ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કરવા માટે આ ભાગીદારી કરવામાં આવી છે. હવે ઉક્ત બન્ને દેશો વચ્ચે રિપલની ડિજિટલ ઍસેટ્સ દ્વારા ઝડપથી તથા ઓછા ખર્ચે સરહદ પારનાં પેમેન્ટ કરવામાં આવશે.
સોમવારે કરવામાં આવેલા આ સહયોગને પગલે હવે યુનિકૅમ્બિયોના કૉર્પોરેટ ગ્રાહકો રિપલની સેવાઓની મદદથી નાણાંની ટ્રાન્સફર અને ફન્ડનું સેટલમેન્ટ કરી શકશે.
ADVERTISEMENT
નોંધનીય છે કે પોર્ટુગલમાં ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રિપલ પેમેન્ટ્સ એક્સઆરપી લેજરનો ઉપયોગ કરે છે. આ લેજર મારફત યુઝર્સ અલગ-અલગ કરન્સીની હેરફેર કરી શકે છે. એમાં સરકાર માન્ય કરન્સી તથા ક્રિપ્ટોકરન્સીનો સમાવેશ થાય છે. આ હેરફેર માટે એક્સઆરપી ટોકનનો ઉપયોગ થાય છે.
દરમ્યાન ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૩૬ ટકા વધીને ૩.૨ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ચોવીસ કલાકના ગાળામાં ૦.૪૭ ટકા ઘટાડો થઈને ભાવ ૯૬,૯૮૭ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૦.૧૯ ટકા અને એક્સઆરપીમાં ૧.૮૨ ટકા વૃદ્ધિ થઈ હતી. ટોચના વધેલા કૉઇનમાં કાર્ડાનો ૧૨.૫૬ ટકા અને લાઇટકૉઇન ૭.૩૪ ટકા સાથે મોખરે હતા.

