જાણીતો હેકર કેવિન મિટનિક છેલ્લા 14 મહિનાથી સ્વાદુપિંડના કેન્સરથી પીડાતો હતો. 59 વર્ષની વયે તે મૃત્યુ પામ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
જાણીતો હેકર(Hacker) અને સોશિયલ એન્જિનિયર કેવિન મિટનિક જે એક સમયે વિશ્વનો સૌથી વધુ વોન્ટેડ સાયબર ગુનેગારો (Cyber Crime)માંથી એક હતો. આ કેવિન મિટનિક છેલ્લા 14 મહિનાથી સ્વાદુપિંડના કેન્સરથી પીડાતો હતો. 59 વર્ષની વયે તે મૃત્યુ પામ્યો છે.
મિટનિકે સમગ્ર જીવન દરમિયાન તેના હેકિંગ શોષણ માટે ખૂબ બદનામી ભોગવી હતી. તેને એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પણ મૂકવામાં આવ્યો હતો. તેટલું જ નહીં તેની ધરપકડ થઈ હતી. તેને જેલની સજા પણ થઈ હતી. તેનું ધ્યાન મોટેભાગે સાયબર સિક્યુરિટી કન્સલ્ટિંગ, પબ્લિક સ્પીકિંગ અને તેમના સાહસો વિશે પુસ્તકો લખવા પર કેન્દ્રિત હતું. વેબ પોર્ટલ તેનું નેટવર્થ $5 મિલિયનથી $20 મિલિયન સુધીનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
કેવિન મિટનિકનું જીવન ષડયંત્ર, સાહસ અને વિવાદ વચ્ચે ઘેરાયેલું રહ્યું છે. તેણે હેકિંગ અને સાયબર(Cyber) ક્ષેત્રે કામ કર્યું છે. મિટનિકના મૃત્યુની માહિતી તેના પરિવાર અને વરિષ્ઠ કર્મચારીઓ દ્વારા KnowBe4 પર કરવામાં આવી હતી. આ એ જ કંપની છે જ્યાં તે મુખ્ય હેકિંગ ઓફિસર તરીકે કામ કરતો હતો. તેના પરિવારમાં તેની પત્ની કિમ્બર્લી છે.
KnowBe4ના સીઇઓએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “કેવિન મારા અને અમારામાંથી ઘણા લોકોના પ્રિય મિત્ર હતા. તે ખરેખર સાયબર સુરક્ષા ઉદ્યોગના વિકાસમાં એક તેજસ્વી વ્યક્તિ છે. પરંતુ મોટે ભાગે મેં કેવિનને માત્ર એક અદ્ભુત તરીકે જોયો છે. તેના જવાથી ખરેખર મોટી ખોટ પડી છે.”
મિટનિક વિશ્વમાં હેકર તરીકે ઓળખાણ ધરાવે છે. ઉપરાંત મિટનિક તેની બુદ્ધિમત્તા, રમૂજ, તકનીકી કૌશલ્ય માટે પણ જાણીતો છે. સોશિયલ એન્જિનિયરિંગ બાબતે તે ખૂબ જ સારું જ્ઞાન ધરાવતો હતો.
તેનો ઉછેર લોસ એન્જલસમાં થયો હતો. સોશિયલ એન્જિનિયરિંગ સાથે હેકિંગ કરવાનો વિચાર તેને 12 વર્ષની ઉંમરે આવ્યો. 1970ના દાયકાના અંત સુધીમાં મિટનિકે ફોન ફ્રેકિંગની ભુલાઈ રહેલી `કળા` શીખી લીધી હતી. ઉપરાંત ત્યાંથી કમ્પ્યુટર સિસ્ટમ્સ હેકિંગ કરવા માટે સ્નાતક થયો હતો.
માત્ર 16 વર્ષની ઉંમરે તેણે માઇક્રોકોમ્પ્યુટર પાયોનિયર ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશનના નેટવર્કમાં પ્રવેશ કર્યો હતો. જે આખરે કોમ્પેક અને પછી એચપીનો ભાગ બનવાનો હતો. તાજેતરમાં જ KnowBe4 સાથે જોડાઈને તેણે કેવિન મિટનિક સિક્યોરિટી અવેરનેસ ટ્રેનિંગ (KMSAT) સિક્યુરિટી એજ્યુકેશન પેકેજ વિકસાવ્યું હતું. જેણે સંસ્થાની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ લાઈનમાં તેના સંચિત જ્ઞાનને ડિસ્ટિલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મિટનિક માટે 1 ઓગસ્ટ 2023ના રોજ લાસ વેગાસ (Las Vegas)માં મેમોરિયલ સર્વિસનું આયોજન કરવામાં આવશે. જ્યાં તેને તેની માતા અને દાદીની સાથે દફનાવવામાં આવશે. તેણે સિક્યોરિટીની દુનિયામાં અમીટ છાપ છોડી દીધી છે. ખરેખર તેને વર્ષો સુધી યાદ કરવામાં આવશે.

