બકરીની દુર્લભ સુંદરતાને જોઈને બોલી લગાડનારાઓ ઘણા પ્રભાવિત થયા હતા
અજબગજબ
આ બકરી વેચવા માટે ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું
સાઉદી અરેબિયામાં લિલામમાં એક દુર્લભ બકરી લાખોના ભાવે વેચાઈ હતી. આ નાનકડી બકરી માટે એક સાઉદીએ ૬૦,૦૦૦ રિયાલ એટલે કે ૧૩,૫૫,૩૧૦ રૂપિયાની બોલી લગાવી હતી. આ બકરી વેચવા માટે ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું અને બકરીની દુર્લભ સુંદરતાને જોઈને બોલી લગાડનારાઓ ઘણા પ્રભાવિત થયા હતા. એક સાઉદી નાગરિકે તેને ૬૦,૦૦૦ રિયાલમાં ખરીદી લીધી હતી. આ નાની બકરીના કાન અન્ય બકરીઓ કરતાં એકદમ મોટા છે અને એ જોવામાં બેહદ પ્યારી લાગે છે. એની ચાલ-ઢાલ જોઈને લોકોએ ઊંચી બોલી લગાવી હતી અને આ બકરી લાખોની કિંમતે વેચાઈ હતી.