વેનિસ વિસ્તારમાં તેને છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી મોટો દાંત મળ્યો છે
માઇકલ નાસ્તાસિયો
માનવો દરિયાઈ જીવસૃષ્ટિથી ઘણા દૂર છેએથી તેમની સાથે સંબંધિત ચીજોની કિંમત ઘણી ઊંચી હોય એ સ્વાભાવિક છે. તાજેતરમાં ફ્લૉરિડા ચાર્ટર બોટના કૅપ્ટને કહ્યું કે તેઓ કિનારાથી થોડા દૂર હતા અને ત્યાં તેમને મેગાલોડોન શાર્કનો ૬ ઇંચ લાંબો દાંત મળ્યો હતો. બ્લૅક ગોલ્ડ ફોસિલ ચાર્ટર્સના કૅપ્ટન માઇકલ નાસ્તાસિયોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મને ૫.૮૭ ઇંચનો મેગાલોડોન દાંત મળ્યો હતો. જોકે એ આ મહિને વેનિસના દરિયાકાંઠેથી મળેલા ૬.૬ ઇંચના દાંત કરતાં નાનો હતો. મહાસાગરમાં તરનારી શાર્કની સૌથી મોટી પ્રજાતિ મેગાલોડોન લગભગ ૨૩ મિલ્યનથી ૩.૬ મિલ્યન વર્ષો પહેલાં જીવતી હતી. વેનિસ વિસ્તારમાં તેને છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી મોટો દાંત મળ્યો છે.