Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કૅનેડા અને બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં અમેરિકામાં ભારતીયોએ કાઢી રૅલી

કૅનેડા અને બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં અમેરિકામાં ભારતીયોએ કાઢી રૅલી

Published : 26 November, 2024 10:54 AM | Modified : 26 November, 2024 11:33 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની સિલિકૉન વૅલીમાં રહેતા અમેરિકન ભારતીયોએ કૅનેડા અને બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રવિવારે એકજૂટતા રૅલી કાઢી હતી

અમેરિકાની સિલિકૉન વૅલીમાં રહેતા અમેરિકન ભારતીયોએ કૅનેડા અને બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રૅલી કાઢી.

અમેરિકાની સિલિકૉન વૅલીમાં રહેતા અમેરિકન ભારતીયોએ કૅનેડા અને બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રૅલી કાઢી.


અમેરિકાની સિલિકૉન વૅલીમાં રહેતા અમેરિકન ભારતીયોએ કૅનેડા અને બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રવિવારે એકજૂટતા રૅલી કાઢી હતી. સિલિકૉન વૅલીના બે (bay) એરિયામાં આશરે બે લાખ ભારતીય અમેરિકનો રહે છે. મિલપિટાસ સિટી હૉલમાં મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો એકઠા થયા હતા અને તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આ રૅલીમાં પ્રમુખ ભારતીય અમેરિકન નેતાઓએ આ બે દેશોમાં હિન્દુઓ પર થતા અત્યાચારની નિંદા કરી હતી. તેમણે કૅનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર અને બંગલાદેશની ડૉ. મોહમ્મદ યુનુસ સરકારને હિન્દુ લઘુમતી કોમની સુરક્ષા માટે પગલાં લેવાની માગણી કરી હતી. કૅનેડાના ટૉરોન્ટો શહેરના બ્રેમ્પ્ટન વિસ્તારમાં હિન્દુ સભા મંદિર પર થયેલા હુમલાની તેમણે આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે કૅનેડામાં અભિવ્યક્તિની આઝાદીના નામે હિન્દુઓ સામે હિંસા કરવાની ખાલિસ્તાની તત્ત્વોને આઝાદી આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2024 11:33 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK