હવે આમાં વધુ એક નવું ટ્રેન્ડ જોડાયું છે. જેને `ચૂપચાપ ભરતી` ટ્રેન્ડ કહેવામાં આવે છે. આ હેઠળ કંપનીઓ કાર્યરત લોકોને જ ખાલી પદ પર પ્રમોટ કરી રહી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
કૉર્પોરેટ વિશ્વમાં હાલ અનેક એવા ટ્રેન્ડ જોવા મળ્યા છે, જે ખૂબ જ ચર્ચામાં છવાયા છે. આમાંથી `મોટી સંખ્યમાં રાજીનામાં`, `ચૂપચાપ નોકરી છોડવી`, `એકસાથે અનેક કંપનીઓમાં કામ કરવું` અને `કંપનીની નિતીથી નારાજ થઈને અન્ય કંપનીઓમાં અપ્લાય કરવું` જેવા અનેક ટ્રેન્ડ સામેલ છે. હવે આમાં વધુ એક નવું ટ્રેન્ડ જોડાયું છે. જેને `ચૂપચાપ ભરતી` ટ્રેન્ડ કહેવામાં આવે છે. આ હેઠળ કંપનીઓ કાર્યરત લોકોને જ ખાલી પદ પર પ્રમોટ કરી રહી છે.
ટેક્નિકલ કન્સલ્ટિંગ અને રિસર્ચ કંપની Gartnerએ આ ટ્રેન્ડનો ખુલાસો કર્યો છે. ગાર્ટનરનું કહેવું છે કે 2022માં કંપનીઓએ નવી ભરતી વગર જ નવા ટેલેન્ટને શોધવા પર જોર આપ્યું છે. આ હેઠળ અનેક કંપનીઓ નવી ભરતીને બદલે ખાલી જગ્યાઓ પર કંપનીના જ સ્ટાફને પ્રમોટ કરી રહી છે. આ માટે કંપનીઓ પોતાના કર્મચારીઓને નવી સ્કીલ્સ શીખવે છે. તો કોઈ ખાસ કામ કરવા માટે અસ્થાઈ રીતે કર્મચારીઓની ભરતી કરે છે. આ ટ્રેન્ડની મદદથી કંપનીઓને મંદીમાં પોતાના પ્રૉડક્શનને ધીમું કરવાની જરૂર નથી પડતી અને છટણી પણ નથી કરવી પડતી.
ADVERTISEMENT
ઉદાહરણ માટે જો કોઈ કંપનીમાં ડેટા સાઇન્ટિસ્ટની ભરતી ખાલી છે તો કંપની પહેલાથી કંપનીના કર્મચારીઓમાંથી યોગ્ય ટેલેન્ટની પસંદગી કરી, તેને સ્કીલ શીખવીને ડેટા સાઇન્ટિસ્ટનું કામ કરાવે છે. તો અન્ય કામ માટે અસ્થાઇ કર્મચારીઓની ભરતી પણ કરે છે. આ ચૂપચાપ ભરતીવાળા ટ્રેન્ડ થકી કંપનીઓને ફાયદો તો મળે જ છે પણ સાથે જે કર્મચારીઓને નવા વિભાગમાં પોસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેમને પણ લાભ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : શરાબ નીતિ કેસમાં મનીષ સિસોદિયાને CBI કૉર્ટે 4 માર્ચ સુધી મોકલ્યા રિમાન્ડ પર
હકિકતે, નવી જગ્યાએ પોસ્ટિંગ મળતા કર્મચારીઓની સ્કીલમાં સુધારો થાય છે અને કંપનીની તેના પર નિર્ભરતા વધી જાય છે. સાથે જ નવી નોકરી શોધવાની સ્થિતિમાં કર્મચારીને ફાયદો મળે છે. ગાર્ટનર પ્રમાણે, વર્ષ 2022માં મોટાપાયે ગૂગલમાં ચૂપચાપ ભરતીઓ થઈ. સાથે જ અનેક અન્ય ટેક કંપનીઓએ પણ આ ટ્રેન્ડ ફૉલો કર્યો.