આ ડૉક્યુમેન્ટરીને શુક્રવારે રિલીઝ કરવામાં આવી હતી કે જ્યારે યુક્રેનમાં રશિયા દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધને એક વર્ષ પૂરું થયું હતું
પુતિન પોતાના જ લોકોના હાથે માર્યા જશે : ઝેલેન્સ્કી
કીવઃ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન એક દિવસ પોતાના જ નજીકના લોકોના હાથે માર્યા જશે. ન્યુઝ વીક મૅગેઝિનના એક રિપોર્ટ અનુસાર ઝેલેન્સ્કીને રજૂ કરતી ‘યર’ નામની એક યુક્રેનિયન ડૉક્યુમેન્ટરીમાં આ કૉમેન્ટ્સ કરવામાં આવી છે. આ ડૉક્યુમેન્ટરીને શુક્રવારે રિલીઝ કરવામાં આવી હતી કે જ્યારે યુક્રેનમાં રશિયા દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધને એક વર્ષ પૂરું થયું હતું. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન પ્રેસિડન્ટની લીડરશિપમાં ‘નબળાઈ’નો સમયગાળો આવશે અને એ સમયે તેમના નજીકના સાથી તેમની વિરુદ્ધ પગલું ભરશે.
યુક્રેનના પ્રેસિડન્ટે કહ્યું હતું કે ‘એવી એક ક્ષણ જરૂર આવશે કે જ્યારે રશિયાની અંદર પુતિનના શાસનની નબળાઈ અનુભવવામાં આવશે. એ સમયે શિકારી શિકારીને ખાઈ જશે. તેમને હત્યારાની હત્યા કરવા માટેનું કારણ મળી જશે. શું આમ ખરેખર બનશે? હા, ક્યારે? મને ખબર નથી.’
ADVERTISEMENT
નોંધપાત્ર છે કે આ કૉમેન્ટ્સ એવા સમયે આવી છે કે જ્યારે રશિયામાંથી એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે પુતિનના નજીકના સર્કલમાં રહેલા લોકોમાં જ નિરાશા વ્યાપી ગઈ છે.