પશ્ચિમી દેશો જે પણ પગલાં લેશે એને લીધે અણુશસ્ત્રોના ઉપયોગનો ખતરો વધી જશે અને એ વિનાશ નોતરશે.’
વ્લાદિમીર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે
યુક્રેનમાં લડવા માટે પોતાનાં દળો મોકલવાની કોઈ પણ પશ્ચિમી રાષ્ટ્ર હિંમત કરશે તો એનાં દુખદ પરિણામ આવશે, એવી ચેતવણી રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગુરુવારે આપી હતી.
પશ્ચિમી લશ્કરી દળો મોકલવાની શક્યતાની જાહેરાત તેમણે કરી છે. સંભવિત હસ્તક્ષેપનાં પરિણામ વધુ દુખદ હશે, એમ પુતિને રશિયન સંસદનાં બન્ને ગૃહોને પોતાના વાર્ષિક સંબોધનમાં જણાવ્યું હતું. ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમૅન્યુએલ મૅક્રૉને વર્તમાન સપ્તાહે દળો મોકલવાની શક્યતા નકારી શકાય નહીં એમ જણાવ્યું હતું, એના પ્રતિસાદમાં પુતિનની ટિપ્પણ આવી પડી હતી. પુતિને વધુમાં કહ્યું હતું કે ‘આખરે તેમને પણ એ વાતનો ખ્યાલ આવવો જોઈએ કે અમારી પાસે પણ શસ્ત્રો છે કે જે તેમની સરહદમાં લક્ષ્ય પર ત્રાટકી શકે. પશ્ચિમી દેશો જે પણ પગલાં લેશે એને લીધે અણુશસ્ત્રોના ઉપયોગનો ખતરો વધી જશે અને એ વિનાશ નોતરશે.’