પ્રિન્સ વિલિયમ બ્રિટનના રાજા બનશે તેમ જ પ્રિન્સ હૅરી અને મેગન મર્કલને બીજું સંતાન થશે એવી આગાહી પણ ૩૫ વર્ષની રૉક્સાને કરી છે
રૉક્સાન ફર્નિવલ
ઘણા જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનના આધારે અને ઘણા આંતરસ્ફુરણાના આધારે વિશ્વની ભાવિ ઘટનાઓની આગાહી કરવા માટે જાણીતા હોય છે. તેમની દરેક આગાહી સાચી ન પડે તોયે લોકચર્ચાનો વિષય બને છે. ખાસ કરીને તેઓ સોશ્યલ મીડિયા સહિત પ્રસાર માધ્યમોના ફેવરિટ હોય છે. તાજેતરમાં કોરોના રોગચાળાની આગાહી કરનારાઓ હૉટ ફેવરિટ છે. જોકે પબ્લિકમાં એ લોકો ‘સાઇકિક’ તરીકે ઓળખાતા હોય છે.
બ્રિટિશ ‘સાઇકિક’ રૉક્સાન ફર્નિવલ ચર્ચાનો વિષય બની છે. તેને ૨૦૧૮માં કોરોના મહામારીના આગમનના ભણકારા સંભળાયા હતા. તેણે ૨૦૨૨ અને ૨૦૩૩નાં વેકેશનનાં બુકિંગ નહીં કરાવવાનો સૌને અનુરોધ કર્યો છે. રૉક્સાને કહ્યું કે ડિસેમ્બરમાં વધુ એક કોવિડ વેવ આવશે, પણ લૉકડાઉન નહીં હોય.
ADVERTISEMENT
પ્રિન્સ વિલિયમ બ્રિટનના રાજા બનશે તેમ જ પ્રિન્સ હૅરી અને મેગન મર્કલને બીજું સંતાન થશે એવી આગાહી પણ ૩૫ વર્ષની રૉક્સાને કરી છે. બ્રિટનમાં કાવતરાખોરી પ્રવર્તશે અને અન્યાય-અસંતોષ ભભૂકવાની અને રમખાણોની પણ આગાહી કરી છે. બ્રિટનમાં મોસમનો મિજાજ વીફરવાની અને પૂર આવવાની આગાહી ઉપરાંત વિશ્વયુદ્ધના મંડાણની પણ આગાહી કરી છે.