જામીન નકારવામાં આવતાં બંગલાદેશના હિન્દુઓમાં રોષ વ્યાપી ગયો હતો અને એ પછી થયેલા વિરોધ-પ્રદર્શન વખતે ચટગાંવમાં અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર સૈફુલ ઇસ્લામની હત્યા થઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પછી તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરાયા હતા. તેમના જામીન નકારવામાં આવતાં બંગલાદેશના હિન્દુઓમાં રોષ વ્યાપી ગયો હતો અને એ પછી થયેલા વિરોધ-પ્રદર્શન વખતે ચટગાંવમાં અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર સૈફુલ ઇસ્લામની હત્યા થઈ હતી.
એ ઘટનાના પ્રતિભાવ ચટગાંવમાં શુક્રવારે બપોરની નમાઝ બાદ જોવા મળ્યા હતા. મુસ્લિમો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા અને અલ્લાહો અકબરના નારાઓ સાથે તેમણે તોડફોડ શરૂ કરી હતી. બપોરે ૨.૩૦ વાગ્યે તેમણે હરીશચંદ્ર મુન્સેફ લેનમાં આવેલા શાંતનેશ્વરી માતૃ મંદિર, નજીકના શનિ મંદિર, શાંતિનેશ્વરી કાલીબાડી ટેમ્પલ પર ઈંટ અને પથ્થરોથી હુમલો કર્યો હતો. તેમના દ્વારા હિન્દુઓને ઇસ્લામ અંગીકાર કરી લેવા ધમકીઓ આપવામાં આવી હતી. જોકે સત્તાવાળાઓ દ્વારા એ પછી એમ કહેવાયું હતું કે બન્ને કોમ દ્વારા સામસામે પથ્થરબાજી કરવામાં આવી હતી, પણ એમાં મંદિરોને ખાસ કોઈ નુકસાન થયું નથી.