વડા પ્રધાને ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી.
બ્રુનેઈ પહોંચીને ભારતીય સમુદાયના આબાલવૃદ્ધ લોકો સાથે હળતામળતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બે દેશોની મુલાકાતે રવાના થયા હતા અને બ્રુનેઈ પહોંચ્યા હતા જ્યાં બંદર સેરી બાગવાન ઍરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઉન પ્રિન્સ અલ-મુહતાદી બિલ્લાહે તેમનું સ્વાગત કર્યું હતું. બીજા ચરણમાં તેઓ સિંગાપોરની બે દિવસની મુલાકાત લેશે.
ભારત અને બ્રુનેઈના રાજકીય સંબંધોને ૪૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે વડા પ્રધાન મોદી એક દિવસની મુલાકાતે બ્રુનેઈ પહોંચ્યા છે અને કોઈ પણ ભારતીય વડા પ્રધાન દ્વારા આ દેશની આ પહેલી મુલાકાત છે.
ADVERTISEMENT
વડા પ્રધાન મોદીએ બંદર સેરી બાગવાનમાં ૧૯૫૮માં બાંધવામાં આવેલી સુલતાન ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી. તેઓ સુલતાન હાજી હસનલ બોલ્કીઆ અને અન્ય રાજકીય પરિવારના મેમ્બરોને મળવાના છે.
બ્રુનેઈમાં આશરે ૧૪,૦૦૦ ભારતીયો રહે છે અને તેમણે પણ વડા પ્રધાન મોદી જ્યારે હોટેલ પર પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી.