આવું લાંબુંલચક બિલ પોર્ટુગીઝ સંસદભવનની બહાર લઈ પ્રદર્શનકારીઓએ સરકારને બજેટમાં પર્યાવરણ સંરક્ષણને પ્રાયોરિટી આપવા માટેની માગણી કરી
લાઇફ મસાલા
પોટુગલમાં પર્યાવરણ વપરાય એનું બિલ
ગઈ કાલે પોર્ટુગીઝ સરકારનું ૨૦૨૫નું બજેટ રજૂ થવાનું હતું ત્યારે પર્યાવરણવિદો અને નેચરપ્રેમીઓ સરકાર સામે ખાસ રજૂઆત કરવા માટે એક ખાસ લાંબું બિલ લઈને સંસદની બહાર ભેગા થયા હતા. પર્યાવરણપ્રેમીઓની માગણી હતી કે આપણે જે રીતે પ્લેનૅટ પરના કુદરતી સ્રોતો વાપરીએ છીએ એનું બિલ જો બનાવવામાં આવે તો એ બહુ લાંબું છે. જો અત્યારથી એ બાબતે જાગૃતિ નહીં કેળવીએ તો કુદરતી સ્રોતો ખૂટી જશે. તાજેતરમાં ઇન્ટરનૅશનલ લિવિંગ પ્લેનૅટ રિપોર્ટ ૨૦૨૪માં પૃથ્વી પરથી બાયોડાયવર્સિટી ઘટવાની ગતિ ભયજનક રીતે ઘટી રહી હોવાનો રિપોર્ટ આવ્યો છે એના સંદર્ભમાં પોર્ટુગીઝ કુદરતપ્રેમીઓએ આ પહેલ કરી હતી.