ગુરુવારે એક જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં આ વાત જણાવવામાં આવી હતી
નરેન્દ્ર મોદી અને જો બાઈડન (મિડ-ડે)
વૉશિંગ્ટનઃ પ્રેસિડન્ટ જો બાઇડન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને એની ધરતીનો આતંકવાદી હુમલાઓ કરવા માટે ઉપયોગ ન થાય એની ખાતરી કરવા જણાવ્યું હતું. ગુરુવારે એક જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં આ વાત જણાવવામાં આવી હતી. વાઇટ હાઉસે જણાવ્યું હતું કે ‘બાઇડન અને મોદીએ સખત શબ્દોમાં સરહદપાર આતંકવાદને વખોડ્યો હતો. તેમણે પાકિસ્તાનને આતંકવાદી હુમલાઓ કરવા માટે એના કન્ટ્રોલ હેઠળની કોઈ પણ જમીનનો ઉપયોગ ન થાય એની ખાતરી કરવા જણાવ્યું હતું.’