પૅરિસમાં AI ઍક્શન સમિટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું...
ગઈ કાલે પૅરિસની AI ઍક્શન સમિટને સંબોધન કરતા નરેન્દ્ર મોદી.
નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની રાજધાની પૅરિસમાં આયોજિત AI ઍક્શન સમિટમાં કહ્યું હતું કે ‘કેટલાક લોકોને ભય છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) બુદ્ધિમતા બાબતે માણસો કરતાં પણ આગળ નીકળી જશે, પણ આપણા સામૂહિક ભવિષ્ય અને સંયુક્ત નિયતિની ચાવી માનવ સિવાય કોઈ પાસે નથી. જવાબદારીની આ ભાવનાથી આપણને માર્ગદર્શન મળવું જોઈએ.’
ઇતિહાસ ગવાહ છે કે ટેક્નૉલૉજીએ ક્યારેય લોકોની નોકરીઓ નથી લીધી, પરંતુ રોજગારીનું સર્જન કર્યું છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો ચિંતિત છે કે મશીન બુદ્ધિમત્તાને મામલે માનવ કરતાં પણ મોટાં બની જશે. આપણે પક્ષપાતથી મુક્ત ગુણવત્તાયુક્ત ડેટા સેન્ટર બનાવવાં જોઈએ, ટેક્નૉલૉજીમાં પણ લોકશાહી ઢબ લાવવી જોઈએ. લોકોનું ભલું થાય એ પ્રકારની ઍપ્લિકેશન બનાવવી જોઈએ. એ ઉપરાંત સાઇબર સુરક્ષા, ફેક ઇન્ફર્મેશન અને ડીપ ફેક જેવી ચિંતાઓને દૂર કરવી જોઈએ. આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે.’

