Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈમાં લીધા અંતિમ શ્વાસ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈમાં લીધા અંતિમ શ્વાસ

Published : 05 February, 2023 02:09 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લાંબા સમયથી હતા બીમાર

પરવેઝ મુશર્રફ (ફાઇલ તસવીર)

પરવેઝ મુશર્રફ (ફાઇલ તસવીર)


પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)નું ૭૯ વર્ષની વયે નિધન થયું છે. પાકિસ્તાની મીડિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ હતા. તેમનું દુબઈમાં સારવાર દરમિયાન નિધન થયું છે.


ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર અનુસાર, ૭૯ વર્ષીય મુશર્રફ એમાયલોઇડિસ નામની બીમારીથી પીડિત હતા. આ રોગમાં, આખા શરીરના અવયવો અને પેશીઓમાં એમાયલોઇડ નામનું અસામાન્ય પ્રોટીન બને છે. જેની તેઓ દુબઈમાં સારવાર લઈ રહ્યા હતા.



મુશર્રફનો જન્મ ૧૧ ઓગસ્ટ, ૧૯૪૩ના રોજ દિલ્હીમાં થયો હતો. ૧૯૯૯માં દેશમાં માર્શલ લો લાગુ થયા બાદ તેમણે ચીફ એક્ઝિક્યુટિવનું પદ સંભાળ્યું અને વર્ષ ૨૦૦૧થી ૨૦૦૮ સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. જ્યારે વર્ષ ૧૯૯૮થી ૨૦૦૭ સુધી તેઓ આર્મી ચીફ પણ હતા.


આ પણ વાંચો - ચાલો ફરવાઃ અહીંથી પાકિસ્તાની પર્વતોની રેન્જ જોવા મળી

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનો પરિવાર વર્ષ ૧૯૭૪માં નવી દિલ્હીથી કરાચી આવ્યો હતો. જ્યાં તેઓ ૧૯૬૪માં પાકિસ્તાની સેનામાં જોડાયા હતા. તેણે આર્મી સ્ટાફ અને કમાન્ડ કોલેજ, ક્વૉટામાંથી સ્નાતક થયા હતા. મુશર્રફે જ મહિનાઓ સુધી ચાલેલા કારગીલ યુદ્ધ માટે મેદાન તૈયાર કર્યું હતું. તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફે લાહોરમાં તેમના ભારતીય સમકક્ષ અટલ બિહારી વાજપેયી સાથે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી યુદ્ધ શરૂ થયું હતું.


કારગીલની નિષ્ફળતા પછી, મુશર્રફે ૧૯૯૯માં તત્કાલીન વડા પ્રધાન શરીફને સત્તાપલટો કરીને ૧૯૯૯થી ૨૦૦૮ સુધી વિવિધ ક્ષમતાઓમાં પાકિસ્તાન પર શાસન કર્યું હતું. માર્ચ ૨૦૧૪માં, મુશર્રફને ૩ નવેમ્બર ૨૦૦૭ના રોજ બંધારણને સસ્પેન્ડ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૯માં, એક વિશેષ અદાલતે મુશર્રફને રાજદ્રોહના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો - પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ચેતવણી આપીને કહ્યું...

છેલ્લા પાંચ વર્ષથી પરવેઝ મુશર્રફ બીમાર હતા અને આજે તેમણે દુબઈમાં અંતિમ શ્વવાસ લીધા હતા.

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 02:09 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK