Pakistan Airport Bomb Blast: પાકિસ્તાનમાં કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે જોરદાર બૉમ્બ બ્લાસ્ટ થયો છે; મૃતકમાં બે ચીની નાગરિકો સામેલ
તસવીર સૌજન્ય : એએફપી
કી હાઇલાઇટ્સ
- બૉમ્બ બ્લાસ્ટનો અવાજ દૂર-દૂર સુધીના વિસ્તારોમાં સંભળાયો
- અનેક વાહનોને ભારે નુકસાન થયું
- ચીની દૂતાવાસે એક નિવેદન જારી કરીને આ ઘટનાની જાણકારી આપી
પાકિસ્તાન (Pakistan)ના કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Karachi International Airport) પાસે રવિવારે મોડી રાત્રે મોટો બૉમ્બ વિસ્ફોટ (Pakistan Airport Bomb Blast) થયો હતો. આ બૉમ્બ બ્લાસ્ટમાં બે ચીની નાગરિકો સહિત ત્રણ લોકોનાં મોતના અહેવાલ છે. જ્યારે ૧૭ લોકો ઘાયલ થયા છે. બલૂચ લિબરેશન આર્મી (Baloch Liberation Army)એ આ હુમલાની જવાબદારી લીધી છે. જાણવા મળ્યું છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે શહેરના વિવિધ વિસ્તારોમાં તેનો અવાજ સંભળાયો હતો. પોલીસ બૉમ્બ બ્લાસ્ટની તપાસમાં વ્યસ્ત છે. વાયરલ થયેલા વીડિયોમાં એરપોર્ટ નજીક ધુમાડાના ગોટા ઉડતા જોવા મળી રહ્યાં છે.
રવિવારે રાત્રે પાકિસ્તાનના કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જબરજસ્ત બૉમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં અત્યાર સુધી બે ચીની નાગરિકો સહિત ત્રણ લોકોનાં મોત અને ૧૭ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ બ્લાસ્ટ (Pakistan Airport Bomb Blast)ની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી છે. પાકિસ્તાનમાં ચીની દૂતાવાસે કહ્યું કે, આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે ૧૧ વાગ્યે બની હતી. અહીં જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Jinnah International Airport)ની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. રવિવારે રાત્રે કરાચીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટમાં બે ચીની નાગરિકોના મોત થયા છે. ચીની દૂતાવાસે કહ્યું કે, પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર કંપની (Port Qasim Electric Power Company)ના કાફલા પર એરપોર્ટ નજીક હુમલો કરવામાં આવ્યો.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, કરાચીના નોર્થ નાઝિમાબાદ (North Nazimabad), સેકન્ડ ચુન્દ્રીગર રોડ (Second Chundrigar Road) અને કરીમાબાદ (Karimabad) સહિત અન્ય વિસ્તારોમાં બૉમ્બ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટના કારણે ઘણા વાહનોમાં પણ આગ લાગી હતી. તમામ ઘાયલોને જિન્નાહ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ (Jinnah Postgraduate Medical College - JPMC)માં દાખલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે થયેલા આ બૉમ્બ બ્લાસ્ટનો સોશ્યલ મીડિયા (Social Media) પર વીડિયો વાયરલ (Video Viral) થયો છે. જેમાં જોઈ શકાય છે કે, ઘટના સ્થળની નજીક આગની મોટી જ્વાળાઓ દેખાતી હતી અને એરપોર્ટ નજીક કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
#WATCH | At least three foreign nationals died while 17 others sustained injuries in a huge explosion near Jinnah International Airport, Karachi, reports Pakistan`s Geo News.
— ANI (@ANI) October 7, 2024
(Video: Reuters) pic.twitter.com/qrJdStV9F7
પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલ આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને કહ્યું કે, બન્ને દેશોના નિર્દોષ પીડિતો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. દરમિયાન, બલૂચ લિબરેશન આર્મી (BLA)એ હુમલાની જવાબદારી લીધી હતી. તેમણે કહ્યું કે, આ વિસ્ફોટ ચીની નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, બલૂચ લિબરેશન આર્મી (BLA)એ બલૂચિસ્તાનનું અલગતાવાદી સંગઠન છે. આ સંસ્થા ખાસ કરીને ચીની નાગરિકો અને પ્રોજેક્ટ્સને નિશાન બનાવે છે. બલૂચિસ્તાનના રૂપમાં અલગ દેશ આ સંગઠનની સૌથી મહત્વની માંગ છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ BLAએ તેના હુમલામાં ૭૦થી વધુ લોકો માર્યા છે. આ સંગઠન પહેલા પણ ચીની નાગરિકોની હત્યા કરી ચૂક્યું છે. કરાચીમાં ચીનના કોન્સ્યુલેટ પર પણ હુમલો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (Pakistan Airports Authority - PAA)એ જણાવ્યું કે, આ ઘટનામાં એરપોર્ટની ઇમારતો અને સંપત્તિ સુરક્ષિત છે. એરપોર્ટ પર ફ્લાઇટનું સમયપત્રક સામાન્ય રીતે ચાલુ છે. PAAના મહાનિર્દેશકે બચાવ કાર્યમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. સત્તાવાળાઓ ઘટનાની તપાસ ચાલુ રાખી રહ્યા છે અને વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.