પુત્રજન્મ સાથે જ યાદશક્તિ ખોઈ ચૂકી છે આ મહિલા
પુત્રજન્મ સાથે જ યાદશક્તિ ખોઈ ચૂકી છે આ મહિલા
અચાનક એક દિવસ તમને જાણ થાય કે તમારી યાદશક્તિ જતી રહી છે અને તમને હાલની ક્ષણે જેકાંઈ થઈ રહ્યું છે એના સિવાય કોઈ જ વાત યાદ નથી તો? વેલ, આવું જ કાંઈક થયું છે કેમરે કુર્ટો સાથે. કેમરે તેના પ્રથમ સંતાનની ડિલિવરી વખતે જ પોતાની યાદશક્તિ ગુમાવી ચૂકી હતી. ડિલિવરી વખતે સર્જાયેલી સમસ્યાને લીધે તેની જૂની યાદો ભૂંસાઈ ગઈ હતી તેમ જ નવી યાદ સંગ્રહ કરવાની ક્ષમતા પણ બચી નહોતી. કેમરેને તેના પતિ તેમ જ તેના સંતાનના જન્મ વિશે પણ કશું યાદ રહ્યું નથી. કેમરે સ્પષ્ટ અંગ્રેજી બોલવું પણ જાણે કે ભૂલી ગઈ છે. ડૉક્ટરો માટે પણ આ કેસ એકદમ નવો અને આશ્ચર્યચક્તિ કરી દેનારો હોવાથી તેઓ પણ આ કેસમાં આગળ શું થઈ શકે છે એ વિશે માર્ગદર્શન આપી શકે એમ નથી.
આ પણ વાંચો : આ ટાબરિયું તેનાં મમ્મી-પપ્પાને સાંકેતિક ભાષામાં ફિલ્મ સમજાવે છે
ADVERTISEMENT
કેમરે અને તેના પતિને ડાયરી લખવાની આદત છે, જેને વાંચીને કેમરે થોડા સમય માટે પોતાનો ભૂતકાળ તાજો કરી લે છે, પણ તે કોઈ વાત લાંબા સમય સુધી યાદ રાખી શકતી નથી.