વૈજ્ઞાનિકોએ અભ્યાસ દરમિયાન શોધી કાઢ્યું હતું કે 2019માં વૈશ્વિક સ્તરે 70 ટકાથી વધુ દિવસોમાં દૈનિક PM2.5 મૂલ્ય 15 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર કરતાં વધુ હતું
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
એક નવા અભ્યાસ મુજબ વિશ્વની એક ટકાથી પણ ઓછી વસ્તી પ્રદૂષણમુક્ત હવામાં શ્વાસ લે છે. તે જ સમયે, એશિયન દેશોને કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અહેવાલ મુજબ, વૈશ્વિક વિસ્તારનો 99.82 ટકા ભાગ રજકણ 2.5 (PM 2.5)ના ખતરનાક સ્તરના સંપર્કમાં છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિર્ધારિત સુરક્ષા મર્યાદાથી વધુ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વિશ્વની માત્ર 0.001 ટકા વસ્તી શુદ્ધ હવામાં (Polluted Air) શ્વાસ લે છે.
હૃદય રોગ માટે જવાબદાર
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયા (Australia) અને ચીન (China)ના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં વિશ્વભરના 5,000થી વધુ મોનિટરિંગ સ્ટેશનો અને મશીન લર્નિંગ સિમ્યુલેશન્સ, હવામાન ડેટા અને ભૌગોલિક પરિબળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતા, જેના કારણે વૈજ્ઞાનિકોએ ગ્લોબલ પીએમ 2.5 વિશે અનુમાન લગાવ્યું હતું.
વૈજ્ઞાનિકોએ અભ્યાસ દરમિયાન શોધી કાઢ્યું હતું કે 2019માં વૈશ્વિક સ્તરે 70 ટકાથી વધુ દિવસોમાં દૈનિક PM2.5 મૂલ્ય 15 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર કરતાં વધુ હતું. આ WHO દ્વારા નિર્ધારિત ભલામણ કરેલ દૈનિક મર્યાદા કરતાં વધુ હતું. PM2.5 એ હવાના નાના કણો છે જે ફેફસાના કેન્સર અને હૃદય રોગ જેવા ગંભીર રોગો સાથે જોડાયેલા છે.
મૃત્યુ દર વધારવાનું મુખ્ય પરિબળ
વૈજ્ઞાનિકોને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા જેવા પ્રદેશોમાં હવાની ગુણવત્તા ખાસ ચિંતાનો વિષય છે. અહીં, PM 2.5નું સ્તર 90 ટકાથી વધુ દિવસોમાં 15 માઇક્રોગ્રામની મર્યાદાથી ઉપર હતું. સૂક્ષ્મ રજકણો વાહનોના સૂટ, જંગલની આગ, ધુમાડો અને રાખ, બાયોમાસ કૂક-સ્ટોવ પ્રદૂષણ, વીજ ઉત્પાદન અને રણની ધૂળમાંથી સલ્ફેટ એરોસોલ્સથી બનેલા છે.
આ પણ વાંચો: વર્ક પરમિટમાં અમેરિકાએ કર્યો ફેરફાર, અનેક ભારતીય સ્ટુડન્ટ્સને થશે લાભ
અભ્યાસમાં જણાવાયું છે કે પીએમ 2.5માં અચાનક વધારો એ રોગો અને મૃત્યુ દરમાં વધારો થવા પાછળનું એક મુખ્ય કારણ છે. જો કે, તાજેતરના દાયકાઓમાં સમગ્ર વિશ્વમાં PM2.5 સ્તર કેવી રીતે બદલાયું છે તે દર્શાવતા ઘણા અભ્યાસો થયા છે.