અમેરિકાના આકાશમાં ચાઇનીઝ સ્પાય બલૂન જોવા મળતાં ઊહાપોહ મચી ગયો હતો. એના એક દિવસ બાદ શુક્રવારે લૅટિન અમેરિકામાં પણ એક ચાઇનીઝ સ્પાય બલૂન જોવા મળ્યું હતું.
અગાઉ અમેરિકાના આકાશમાં ત્રણ બસ જેટલી સાઇઝનું શંકાસ્પદ ચાઇનીઝ સ્પાય બલૂન દેખાયું હતું
વૉશિંગ્ટન ઃ અમેરિકાના આકાશમાં ચાઇનીઝ સ્પાય બલૂન જોવા મળતાં ઊહાપોહ મચી ગયો હતો. એના એક દિવસ બાદ શુક્રવારે લૅટિન અમેરિકામાં પણ એક ચાઇનીઝ સ્પાય બલૂન જોવા મળ્યું હતું. આ ઘટનાક્રમના કારણે અમેરિકાના વિદેશપ્રધાન ઍન્ટની બ્લિન્કને ચીનની રૅર ટ્રિપને કૅન્સલ કરી છે.
પૅન્ટાગોને કહ્યું હતું કે પહેલું બલૂન હવે મધ્ય અમેરિકાના આકાશમાં ઊડી રહ્યું છે, જેને સુરક્ષાનાં કારણોસર તોડી પાડવામાં આવતું નથી. શુક્રવારે બાદમાં પૅન્ટાગોનના પ્રવક્તા પૅટ રાયડરે કહ્યું હતું કે ‘લૅટિન અમેરિકાના આકાશમાં એક બલૂન ઊડી રહ્યું હોવાના રિપોર્ટ્સ છે. એ બીજું એક ચાઇનીઝ સ્પાય બલૂન છે.’ જોકે તેમણે ચોક્કસ લોકેશનની વિગતો નહોતી આપી.