તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે બન્નેને તરતાં નહોતું આવડતું અને બન્ને ગુજરાતના અમદાવાદના હતા અને ઑકલૅન્ડમાં રૂમમૅટ હતા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વેલિંગ્ટન (પી.ટી.આઇ.) : ન્યુ ઝીલૅન્ડમાં પિહા બીચ પર સૌથી ડેન્જરસ જગ્યાએ બે મૂળ ગુજરાતીઓ તરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ઓચિંતું એક મોટું મોજું આવતાં તેઓ તણાઈ ગયા હતા. તેમની બન્નેની સૌરિન નયનકુમાર પટેલ અને અંશુલ શાહ તરીકે ઓળખ કરવામાં આવી છે. તેઓ ગયા અઠવાડિયે નૉર્થ આઇલૅન્ડમાં આવેલા આ બીચ પર માત્ર અડધો કલાક રહ્યા હતા. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે બન્નેને તરતાં નહોતું આવડતું અને બન્ને ગુજરાતના અમદાવાદના હતા અને ઑકલૅન્ડમાં રૂમમૅટ હતા. આ બે મૃત ગુજરાતીનો બીજો એક મિત્ર અપૂર્વ મોદી પણ એ સમયે તેમની સાથે પાણીમાં હતો. જોકે, અપૂર્વ બચી શક્યો હતો.