વર્ષ ૨૦૨૫ને આવકારવા માટે અબુ ધાબીમાં આ વર્ષે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વના સૌથી મોટા ફાયરવર્ક્સનું ડિસ્પ્લે યોજાશે.
વિશ્વના સૌથી મોટા ફાયરવર્ક્સનું ડિસ્પ્લે યોજાશે
વર્ષ ૨૦૨૫ને આવકારવા માટે અબુ ધાબીમાં આ વર્ષે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વના સૌથી મોટા ફાયરવર્ક્સનું ડિસ્પ્લે યોજાશે. અબુ ધાબીના અલ વાથબા વિસ્તારમાં શેખ ઝાયેદ ફેસ્ટિવલમાં આશરે ૫૦ મિનિટ સુધી આ ફાયર ડિસ્પ્લે થશે. આ સિવાય ૨૦ મિનિટ સુધી ડ્રોન-શો પણ થશે જેમાં ૬૦૦૦ ડ્રોન ભાગ લેશે અને એ આકાશમાં એરિયલ આર્ટનું ડિસ્પ્લે કરશે. આ ડિસ્પ્લે દ્વારા અબુ ધાબી કુલ છ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવા માગે છે. ૨૦૨૩માં આ જ ફેસ્ટિવલમાં ૪૦ મિનિટ સુધી ફાયરવર્ક્સ ડિસ્પ્લે જોવા મળ્યું હતું. એ સમયે ત્રણ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની નોંધ થઈ હતી જેમાં સૌથી લાંબા સમય સુધી ડિસ્પ્લે, સૌથી મોટું ફૉર્મેશન અને સૌથી વધુ ક્વૉન્ટિટીનો રેકૉર્ડ નોંધાયો હતો. આ સિવાય એ સમયે ૫૦૦૦ ડ્રોનનો શો થયો હતો અને એમાં વર્લ્ડનો સૌથી મોટો એરિયલ લોગો તૈયાર કરવામાં આવ્યો હતો.